કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક મહત્વા નિયમ નક્કી કરવામાં આવ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી ગાઈડલાઇનનું પાલન મંગળવારથી કરવામાં આવશે. જોકે છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે.


આજે જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધ છે. ગુજરાતમાં જાહેરમા થૂંકવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે, માસ્ક નહીં પહેર્યો હોય અને જે લોકો જાહેરમાં થૂંકશે તે લોકોને 200 રુપિયા દંડ ફટકારવામાં આવશે.

ગુજરાતની જનતાને વિનંતી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જો આપણે નીતિ નિયમોનું કડક પાલન કરીશું. માસ્ક પહેરશો, સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન કરીશું તો આપણે કોરોનાના સંક્રમણને ખાળી શકીશું.’