ગુજરાત સરકારે કર્મચારીઓને બોનસ આપ્યા બાદ દિવાળીના દિવસે રવિવાર આવે છે એટલે રજા, સોમવારે નવા વર્ષની અને મંગળવારે ભાઈબીજની રજા આવે છે. તા. 30મીએ રજા આવતી નથી એટલે કર્મચારીઓને સળંગ રજા મળે એટલા માટે સરકારે 30મી બુધવારની રજા જાહેર કરી હતી અને તેને બદલે તારીખ 9 નવેમ્બરે કર્મચારીઓને શનિવારે નોકરી કરવી પડશે.
સરદાર જયંતી 31મીને ગુરૂવારે હોવાથી તેની જાહેર રજા છે. કર્મચારી શુક્રવારની 1 નવેમ્બરની રજા મૂકે એટલે નવ દિવસની સળંગ રજા મળે અને જેમને તા. 26ને શનિવારે ચોથો શનિવાર હોવાથી શુક્રવારની 1 નવેમ્બરની રજા ન મૂકવી હોય તેમને સળંગ 26થી તા. 31મી નવેમ્બર સુધી એમ છ દિવસની રજા મળે છે.