ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 15 ઓક્ટોબરથી દેશમાં સ્કૂલો-કોલેજો ખોલવા મંજૂરી આપીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જાહેર કરકવામા આવી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે પણ ગુજરાતમાં 15 ઓકટોબરથી સ્કૂલો નહી ખૂલે. વિજય રૂપાણી સરકાર હાલની સ્થિતિમાં સ્કૂલો ન ખોલવા મક્કમ છે અને હવે પછી દિવાળી પછી જ સ્કૂલો ખૂલશે. દિવાળી 14 નવેમ્બરે હોવાથી દિવાળીના વેકેશન પછી જ સ્કૂલો ખૂલશે.


દેશમાં 15 ઓક્ટોબરથી સ્કૂલો,કોચિંગ ક્લાસીસો-શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવા સાથે કેન્દ્ર સરકારે વિગતવાર એસઓપી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સ્કૂલ-કોલેજો ખોલવા છૂટ આપી દીધી છે પરંતુ ગુજરાત સરકાર હજુ પણ સ્કૂલો નહીં ખોલવા મક્કમ છે તેથી 15 ઓક્ટોબરથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો નહી ખોલવામા આવે.

ધોરણ 10 અને ધોરણણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્કૂલો બંધ હોવાથી બગડી રહ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી શકતુ નથી. ધોરણ 12 સાયન્સમાં સોશિયલ ડિસ્ટન્સિગ સાથે સ્કૂલો ખોલી દેવાની તરફેણમાં કેટલાક વાલીઓ છે. કોચિંગ ક્લાસીસો પણ ખોલવા જોઈએ તેવી માંગ ઉઠી છે. જો કે કોરોનાને લઈને સરકાર જોખમ લેવા માંગતી ન હોઈ 15મી ઓક્ટોબરથી ધોરણ 10 અને ધોરણ 12 માટે પણ સ્કૂલો નહી ખુલે.