ગાંધીનગર: ઈમ્પેક્ટ ફીને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે વાઘાણીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન ન થાય અને જનતાને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. મંત્રી વધુમાં કહ્યું કે, રેરાના કાયદાના કિસ્સામાં આ વટહુકમ લાગુ નહીં પડે. 


આ ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફરજીયાત રહેશે. આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે. ઈમ્પેક્ટ ફીની રકમમાંથી જે તે શહેરમાં આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ખર્ચાશે આ રૂપિયા. ઈ પોર્ટલ પરથી આવતી કાલે ઓનલાઈન અરજી અને ફી ભરી શકાશે.
 
ઈમ્પેક્ટ ફીના દર રાજ્ય સરકારે નક્કી કર્યા


રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ફી નિયત કરવામાં આવી છે. 50થી 100 ચો.મી. સુધી 6 હજાર ફી નિયત કરાઈ છે. 100થી 200 ચો.મી. સુધી 12 હજાર રૂપિયા ફી નિયત કરવામાં આવી છે.વાણિજ્યક અનઅધિકૃત બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના રહેણાંક કરતા બમણા નક્કી કરાયા છે. આ ઉપરાંત અરજી કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અરજીની તારીખથી 6 મહિના સુધીમાં અરજી મંજુર કે નામંજુર કરવામી રહેશે.


દિવાળી પહેલા ગુજરાત સરકારે જાણો લોકોનું શું આપી મોટી ભેટ


વઘતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 સિલિન્ડર ફ્રી આપવાની સરકારે જાહેરાત કરી છે. દીવાળી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે. 650 કરોડ રુપિયાની રાહત થશે. આ ઉપરાંત CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે.   CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.


ખેડૂતોને મોદી સરકારની દિવાળી ગિફ્ટ


પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશભરના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધીનો 12મો હપ્તો રીલિઝ કરી દીઝો છે. 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવશે. કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે ખેડૂતોનું કેવાયસી પૂર્ણ છે. તે ખેડૂતોને હપ્તાનો લાભ મળશે. જે ખેડૂતો અયોગ્ય જણાશે તેમને હપ્તો મોકલવામાં આવશે નહીં.


16 હજાર કરોડ એકસાથે બહાર પાડવામાં આવશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11:30 વાગ્યે પીએમ કિસાન સન્માન સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 14000 ખેડૂતો અને લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપ સામેલ થશે. આ દરમિયાન ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનું ફંડ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 16000 કરોડ રૂપિયા દેશભરના ખેડૂતોના ખાતામાં પળવારમાં પહોંચી જશે.


યુપીમાં 21 લાખ ખેડૂતો યાદીમાંથી બહાર