ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને લઈ  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરાઈ છે. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારના સભ્યોમાં કોઈ એક મોબાઈલ ખરીદી કરશે તો 1500 રુપિયા સહાય આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી નો યોર ફાર્મર યોજના થકી ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરી શકશે તેનું વ્યાજ સરકાર ભોગવશે. આ માટે કોઓપરેટિવ બેંક ખેડૂતોને લોન આપશે. 


ખેડુત કલ્યાણ વિભાગનો પરીપત્ર બહાર પડાયો છે. જેમાં  ખેડૂતો જો 15 હજારનો ફોન ખરીદશે તો મહતમ 10 ટકાની સહાય આપશે.  મહતમ સહાય 1500 સુધીની મળશે.
 સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે.  એકથી વધુ ખેડુત ખાતેદારોમાં એક જ સહાય પાત્ર ગણાશે. સહાયની રકમ ખેડુતના ખાતામાં જમા થશે.


આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તેની જ ચુકવણી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.


રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના  ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ 1500 રૂપિયાની સહાય પણ મળશે.સરકારે ખેડૂતો માટે ' નો યોર ફાર્મર' યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. સહાયની રકમ પણ સરકાર ભોગવશે.