સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી 17 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યારે ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. ત્યારે આજે ગુજરાત સરકારે કોર કમિટીની બેઠક બોલાવી છે. લોકડાઉન-3 માટેના નવા નિયમોની ગુજરાત સરકાર જાહેરાત કરશે.
લોકડાઉન-3 માટેના નવા નિયમોની ગુજરાત સરકાર આજે જાહેરાત કરી શકે છે. આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન માટે કયા-કયા નિયમો લાગૂ કરવામાં આવશે તેને લઈને ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, અમદાવાદના કોટ વિસ્તારમાં વધી રહેલા કેસોને કારણે ગુજરાત સરકાર ચિંતિત છે. ત્યારે ગુજરાતમાં કુલ કેસોમાંથી 70 ટકા જેટલા કેસ તો એકલા અમદાવાદ શહેરમાં જ છે.
મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે કેવી રીતે ધંધા રોજગાર શરૂ કરવા તેને લઈને ગુજરાત સરકાર આજે નવા નિયમો જાહેર કરે તેવી શક્યતા છે.
લોકડાઉન-3 માટેના નવા નિયમોને લઈને ગુજરાત સરકાર આજે કરી શકે છે મહત્વની જાહેરાત? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2020 02:29 PM (IST)
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી 17 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યારે ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -