ગુજરાત(Gujarat)માં કોરોના (Coronavirus)ના કેસ ઘટતા કોવિડ નિયંત્રણો(guidelines covid-19 ) હટાવી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને લઈને અમલમાં મુકાયેલા તમામ નિયંત્રણો હટાવી દેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગોમાં લોકોની હાજરીમાં નક્કી કરવામાં આવેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજિક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનિટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1820 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 22 લોકો વેન્ટીલેટર પર છે. 1798 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209878 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,930 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 10, વડોદરા 8, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, અમદાવાદ 3, આણંદ 3 કેસ નોંધાયા છે.
આજે 344 દર્દીઓ રિકવર થયા
બીજી તરફ આજે 344 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.96 ટકાએ પહોંચ્યો છે. આજે 31021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.