વાહન વ્યવહાર દ્વારા કરાયેલી વ્યવસ્થા પ્રમાણે parivahan.gov.in નામની વેબસાઈટ પરથી ઓનલાઈન કાચું લાઈસન્સ રિન્યૂ કરી શકશે. અરજદાર ઘરે બેઠા લાઈસંસ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
આ પહેલાં કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું. હવેથી અન્ય કેટેગરીનું લાઈસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. તેના માટે અરજદાર ઓનલાઈન જ ફી ભરી શકશે અને એ રીતે નવી કેટેગરીનો જાતે જ ઉમેરો થઈ જશે.
નવી સિસ્ટમ પ્રમાણે વેરિફિકેશન અને એપ્રૂવલ થયા બાદ અરજદારે નિયત તારીખે માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ હાજર રહેવાનું થશે. આ ઉપરાંત ભયજનક માલનાં વહન કરવા માટે એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું પડતું હતું. હવેથી જે મેન્યુઅલ સ્ટેમ્પિંગ કરાવવું પડતું તેમાંથી મુક્તિ અપાઈ છે.