Alpesh Thakor: ગુજરાતમાં ફરી એકવાર સરકારના પદોને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. આજે માણસાના ધમેડા ગામે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન સંમેલનમાં અલ્પેશ ઠાકોરને લઇને મોટી વાત સામે આવી છે. ઠાકોર સમાજના જાહેર મંચ પરથી ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને ગુજરાત સરકારમાં ઉપમુખ્યમંત્રી બનાવવાને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ. ઋષિ ભારતીએ કહ્યુ કે, અલ્પેશ ઠાકોરને સરકારમાં ઉપમુખ્યમંત્રી બનાવવાના હતા, તેના માટે ગાંધીનગરમાં અનેક બેઠકો થઇ હતી, પરંતુ અંતે ના બનતા મને ઘણુ દુઃખ થયુ છે. હવે મામલે અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે.
ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને જાહેર મંચ પરથી ઋષિ ભારતીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ, ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી કિનારો કરી દીધો હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો, અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઋષિ ભારતીએ શું કહ્યુ તે હું જાણતો નથી, સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે. મહત્વનું છે કે આ મુદ્દે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ ફૂંકી ફૂંકીને જવાબો આપ્યા હતા.
આજે માણસાના ધમેડા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને લઇને આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું કે, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસો થયા હતા. અનેક બેઠકો પણ થઇ પરંતુ બની શક્યા નહીં, તેનુ મનુ ઘણુ દુઃખ છે. ઋષિભારતીએ કહ્યું કે, ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ વાઈટ કોલર ગુલામી કરી છે, આપણે પૉઝિશન નહીં પાવરમાં આવવું પડશે.