Gram Panchayat Election 2025 Live updates: ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો, વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન
Gram Panchayat Election 2025 Live updates: મતદાનમાં લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામો 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Gram Panchayat Election 2025 Live updates: ગુજરાત રાજ્યમાં રવિવાર (22 જૂન) ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાનાર આ મતદાનમાં...More
ગુજરાત રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની કુલ 3656 સરપંચ બેઠકો અને 16224 સભ્યોની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. રાજ્યભરમાં ગ્રામીણ મતદારોએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે સરપંચની બેઠકો માટે સરેરાશ 72.57 ટકા અને સભ્યોની બેઠકો માટે સરેરાશ 67.45 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું.
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. વડોદરા જિલ્લાની પંચાયતોમાં સરપંચ માટે સરેરાશ 35.33 ટકા મતદાન થયું છે. કરચિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કરચિયા પંચાયતની સરપંચ બેઠક મહિલા બક્ષીપંચ અનામત છે. કરચિયા પંચાયતમાં મનિષાબેન પ્રજાપતિ અને શીતલબેન માળી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાની પંચાયતોની ચૂંટણીને સાત કલાક પૂર્ણ થયા છે. ગાંધીનગરના પાલજમાં શાંતિપૂર્ણ માહોલમાં પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. પાલજ પંચાયતના 8 પૈકી 6 વોર્ડ સમરસ જાહેર થયા છે.
પાલજમાં સરપંચ પદ માટે ચાર ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે.
કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ધાણેટી ગામની પંચાયતની ચૂંટણીને લઈ જબરદસ્ત ઉત્સાહ છે. ધાણેટીમાં સરપંચ પદ માટે બે આહિર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
ભાવનગર જિલ્લાની 333 ગ્રામ પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ રહી છે. ભાવનગર જિલ્લાની 142 ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા સમરસ થઇ છે. સિહોરના રાજપરામાં બે કૌટુંબિક ભાઈ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. રાજપરામાં ત્રણ મતદાન મથકો મતદાન ચાલી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે બીયોક ગામમાં મતદાન કર્યું છે. ધારાસભ્ય બાદ પ્રથમવાર પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું છે.
પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. પોરબંદરના સોઢાણા ગામે ચૂંટણીને લઈ ગ્રામજનોમાં ઉત્સાહ છે. પોરબંદર જિલ્લાની કુલ 15 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે.
કચ્છના રાપરમાં મતદાન વચ્ચે મારામારી થઇ હતી. રાપરના ચિત્રોડ ગામમાં મતદાનને લઈને મારામારી થઈ હતી. રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 28.68 ટકા મતદાન
લુણાવાડામાં અત્યાર સુધીમાં 30.57 ટકા મતદાન
ખાનપુર તાલુકામાં અત્યાર સુધીમાં 32.39 ટકા મતદાન
સંતરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં 27.24 ટકા મતદાન
કડાણા તાલુકામાં અત્યાર સુધીમાં 27.28 ટકા મતદાન
બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીમાં 28.29 ટકા મતદાન
વીરપુર તાલુકામાં 27.46 ટકા મતદાન
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 30.44 ટકા મતદાન
સરસ્વતી તાલુકામાં અત્યાર સુધીમાં 31 તાલુકામાં મતદાન
પાટણ તાલુકામાં અત્યાર સુધીમાં 32.10 ટકા મતદાન
સિદ્ધપુર તાલુકામાં અત્યાર સુધીમાં 27.50 ટકા મતદાન
ચાણસ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 27.80 ટકા મતદાન
હારીજ તાલુકામાં અત્યાર સુધીમાં 32.94 ટકા મતદાન
સમી તાલુકામાં અત્યાર સુધીમાં 32.76 ટકા મતદાન
શંખેશ્વર તાલુકામાં 32.43 ટકા, રાધનપુરમાં 32.95 ટકા મતદાન
સાંતલપુરમાં અત્યાર સુધીમાં30.68 ટકા મતદાન
સુરેંદ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 27.55 ટકા મતદાન
વઢવાણમાં અત્યાર સુધીમાં 25.40 ટકા મતદાન
લીંબડીમાં અત્યાર સુધીમાં 20.29 ટકા મતદાન
સાયલામાં અત્યાર સુધીમાં 37.99 ટકા મતદાન
ધ્રાંગધ્રામાં અત્યાર સુધીમાં 30.61 ટકા મતદાન
ચોટીલામાં અત્યાર સુધીમાં 31.49 ટકા મતદાન
થાનમાં અત્યાર સુધીમાં 25.31 ટકા મતદાન
મુળી તાલુકામાં અત્યાર સુધીમાં 31.12 ટકા મતદાન
દસાડા તાલુકામાં અત્યાર સુધીમાં 29.73 ટકા મતદાન
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આજે મતદાન યોજાઇ રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લામાં પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણી યાદીમાં ક્ષતિઓ સામે આવી છે. અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા થયા હતા.
રાજ્યમાં સરપંચો માટે અત્યાર સુધી સરેરાશ 17.8 ટકા મતદાન
ગ્રામ પંચાયત સભ્યો માટે અત્યાર સુધી સરેરાશ 13.72 ટકા મતદાન
અમદાવાદ જિલ્લામાં 43 સરપંચ માટે 20.53 ટકા મતદાન
અમદાવાદ જિલ્લામાં 145 સભ્યો માટે 17.55 ટકા મતદાન
અમરેલી જિલ્લામાં 74 સરપંચો માટે 41.97 ટકા મતદાન
અમરેલી જિલ્લામાં 437 સભ્યો માટે 20.45 ટકા મતદાન
આણંદ જિલ્લામાં 139 સરપંચ માટે 21.77 ટકા મતદાન
આણંદ જિલ્લામાં 579 સભ્યો માટે 22.26 ટકા મતદાન
અરવલ્લી જિલ્લામાં 125 સરપંચ માટે 18.66 ટકા મતદાન
અરવલ્લી જિલ્લામાં 371 સભ્યો માટે 14.75 ટકા મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 298 સરપંચો માટે 25.57 ટકા મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 691 સભ્યો માટે 19.70 ટકા મતદાન
ભરૂચ જિલ્લામાં 45 સરપંચો માટે 12.97 ટકા મતદાન
ભરૂચ જિલ્લામાં 273 સભ્યો માટે 11.97 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં 215 સરપંચ માટે 15.06 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં 1135 સભ્યો માટે 10.75 ટકા મતદાન
બોટાદ જિલ્લામાં 31 સરપંચો માટે 23.59 ટકા મતદાન
બોટાદ જિલ્લામાં 186 સભ્યો માટે 23.51 ટકા મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 109 સરપંચ માટે 15.19 ટકા મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 186 સભ્યો માટે 11.26 ટકા મતદાન
દ્વારકામાં 63 સરપંચો માટે 13.99 ટકા મતદાન
દ્વારકા જિલ્લામાં 321 સભ્યો માટે 17.71 ટકા મતદાન
દાહોદ જિલ્લામાં 133 સરપંચો માટે 12.41 ટકા મતદાન
દાહોદ જિલ્લામાં 1716 સભ્યો માટે 7.26 ટકા મતદાન
ગાંધીનગર જિલ્લામાં 81 સરપંચો માટે 20.40 ટકા મતદાન
ગાંધીનગર જિલ્લામાં 347 સભ્યો માટે 17.46 ટકા મતદાન
ગીર સોમનાથ જિલ્લામાં 47 સરપંચો માટે 19.36 ટકા મતદાન
ગીર સોમનાથ જિલ્લામાં 312 સભ્યો માટે 22.36 ટકા મતદાન
જામનગર જિલ્લામાં 144 સરપંચો માટે 17.93 ટકા મતદાન
જામનગર જિલ્લામાં 852 સભ્યો માટે 14.94 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લામાં 59 સરપંચ માટે 24.22 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લામાં 314 સભ્યો માટે 19.24 ટકા મતદાન
કચ્છ જિલ્લામાં 111 સરપંચ પદ માટે 22.68 ટકા મતદાન
કચ્છ જિલ્લામાં 606 સભ્યો માટે કુલ 17.36 ટકા મતદાન
ખેડા જિલ્લામાં 53 સરપંચ માટે અત્યાર સુધી 12.93 ટકા મતદાન
ખેડા જિલ્લામાં 248 સભ્યો માટે અત્યાર સુધી 8.07 ટકા મતદાન
સુરત જિલ્લાની દાંડી ગ્રામ પંચાયતમાં 65 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે. દાંડીમાં માત્ર સભ્યો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. દાંડી ગામમાં સભ્યો માટે 38 ઉમેદવાર મેદાને છે. દાંડી ગામમાં મોટાભાગના ખલાસીઓ જ વસે છે. 28 સભ્યોના પરિણામ બાદ ચૂંટાયેલા સભ્યોમાંથી એકને સરપંચ બનાવાશે.
જૂનાગઢ જિલ્લામાં 59 સરપંચ માટે 24.22 ટકા મતદાન થયું છે. વંથલી તાલુકાની થાણાપીપળી ગ્રા.પં.માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. થાણાપીપળી ગ્રા.પં.માં સરપંચ પદ માટે 2 ઉમેદવાર મેદાને છે. થાણાપીપળી ગામમાં કુલ 1700 મતદારો છે.
મહીસાગરના ભારોડી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ભારોડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારોડી ગામમાં સરપંચ પદ માટે છ ઉમેદવાર મેદાનમાં છે. ભારોડી ગામમાં 1400 જેટલા મતદારો છે.
રાજકોટના ગોંડલ તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીના મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ચોરડી ગામ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલું છે
ભાવનગરમાં ફરિયાદકા ગામની ચૂંટણીમાં હોબાળો થયો હતો. બોગસ મતદાનના આરોપ સાથે હોબાળો કરાયો હતો. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન કર્યાનો આરોપ લગાવાયો છે. મતદાન મથકમાં હોબાળો થતા પોલીસ પણ પહોંચી હતી
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લામાં પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણી યાદીમાં ખામીઓ સામે આવી છે. અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોના નામ યાદીમાંથી ગાયબ થયા હતા. અનેક વોર્ડમાં મતદારોના નામ અન્ય વોર્ડમાં બદલી ગયા હતા.
બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બોટાદની હડદડ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે. બોટાદના હડદડ ગ્રામ પંચાયતમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોટાદ તાલુકાની કુલ 92 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે.
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી લાઇનો લાગી હતી. અમદાવાદમાં નીધરાડ ગ્રામ પંચાયતમાં સવારથી મતદાન માટે લાઈન લાગી હતી. નીધરાડમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન માટે પહોંચી હતી. નીધરાડ ગામમાં કુલ 3400 મતદારો છે.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતુ. અબાસણા ગ્રામ પંચાયતમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. સામાન્ય મતદારની જેમ જ ગેનીબેને લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.
રાજકોટના જેતપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકાની છ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ચાંપરાજપુર અને સેલુકા ગામમાં મતદાનને લઈ ઉત્સાહ છે. થાણગલોલ, મોણપર, પીઠડિયા, રેસમડીગાલોલ ગામમાં વોર્ડ સભ્ય પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વરસાદી માહોલ વચ્ચે પણ જેતપુર તાલુકામાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અરવલ્લીમાં સરપંચના ઉમેદવાર પર હુમલો થયો હતો. મોડાસાના વણીયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર હુમલો થયો હતો. સવારે મતદાન શરૂ થતા પહેલા બની ઘટના બની હતી. વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર પર પથ્થરમારો કરાયો હતો. ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો હતો. ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. વણીયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ સરપંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાની 133 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 467 સરપંચ અને 877 વોર્ડના સભ્ય માટે મતદાન થઇ રહ્યું છે. 2.94 લાખ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. 423 મતદાન મથક પરથી મતદાન ચાલી રહ્યું છે
કચ્છ જિલ્લાની 129 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. જિલ્લાની 166 પંચાયતો પૈકી 30 પંચાયતો સમરસ બની છે. 108 પંચાયતની સામાન્ય ચૂંટણી, તો સાત વિભાજિત પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. કચ્છ જિલ્લાની 11 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી પણ યોજાઇ રહી છે.
બનાસકાંઠાના 14 તાલુકાની 322 ગ્રામ પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે. 309 સરપંચ અને 705 વોર્ડના સભ્ય માટે મતદાન થશે. 794 મતદાન કેન્દ્ર અને 1112 મતદાન બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. 322 પંચાયતની ચૂંટણીમાં 6.48 લાખથી વધુ મતદારો મત આપશે.
વડોદરામાં આઠ તાલુકાના 218 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. 208 સરપંચની બેઠક અને 1095 વોર્ડના સભ્ય માટે મતદાન થઇ રહ્યું છે. 218 ગ્રામ પંચાયતમાં 4.35 લાખથી વધુ મતદારો મતદાન આપશે. 540 મતદાન મથકો પરથી મતદાન ચાલી રહ્યું છે.
રાજકોટ જિલ્લાની 48 ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી યોજાઇ રહી છે. 22 જેટલી ગ્રામ પંચાયતની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 22 જેટલી પંચાયતોમાં 1.26 લાખથી વધુ મતદારો મત આપશે. જિલ્લાના 84 બિલ્ડીંગના 144 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 60 જેટલા મતદાન કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે.
1 હજાર 400 પંચાયતોની 30 જૂનના મુદત પૂર્ણ થઈ રહી છે. છ તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણીને કારણે પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે. કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર તાલુકામાં પંચાયતની ચૂંટણી રદ કરાઇ છે. જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં પણ પંચાયતની ચૂંટણી રદ કરાઇ છે.
27 ટકા OBC અનામત સાથે પ્રથમવાર આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. રાજ્યની 3 હજાર 541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જ્યારે 353 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાઇ રહી છે. 3 હજાર 656 સરપંચની બેઠક તો 16 હજાર 224 સભ્ય માટે ચૂંટણી યોજાઇ રહી છે. રાજ્યના 10 હજાર 479 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં નામાંકન ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. આમ, કુલ 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે અને 353 પંચાયતોમાં પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાશે. રાજ્યભરમાં કુલ 3656 સરપંચ અને 16,224 સભ્યો ચૂંટાશે.
મતદાન પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં 10,479 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી 3939 સંવેદનશીલ અને 336 અત્યંત સંવેદનશીલ કેન્દ્રો તરીકે ઓળખાયા છે. મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, જો કે, અપવાદરૂપ સંજોગોમાં 14 માન્ય ઓળખ દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે મતદાન કરી શકાય છે.
નોંધનીય છે કે ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતો છેલ્લા ત્રણ વર્ષથી વહીવટકર્તા શાસન હેઠળ છે અને અન્ય 1,400 પંચાયતોનો કાર્યકાળ 30 જૂન, 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીઓ 27 ટકા OBC, 14 ટકા ST અને 7 ટકા SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને ન્યાયાધીશ ઝવેરી કમિશનની ભલામણો અનુસાર છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે આ ચૂંટણીઓને સરળ અને પારદર્શક બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.