Gujarat Gram Panchayat Polls 2021: ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 21 ડિસેમ્બરે કરાશે મતગણતરી

Gujarat Gram Panchayat Polls 2021 બહારગામ રહેતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કારથી માંડીને લકઝરી બસોની ય વ્યવસૃથા કરવામાં આવી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Dec 2021 07:34 PM
વીરપુરમાં મતદાન મથક પર મતદાર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી.

સુરતના મહુવાના વહેવલ ખાતે  99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યું મતદાન

દાહોદ જિલ્લા માં 12 વાગ્યા સુધીમાં  24.61 ટકા મતદાન થયુ. સૌથી વધુ દેવગઢબારીઆ તાલુકા મા 30.29મતદાન થયુ. ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયતના મતદાનમાં સવારે 9 થી 11 માં કુલ 22.57 ટકા મતદાન થયુ. સુરતના મહુવાના વહેવલ ખાતે  99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યું મતદાન.

સાડા ચાર કલાક બાદ કેટલું થયું મતદાન

સાડા ચાર કલાક બાદ 18 ટકા મતદાન થયું છે. ઘણા મથકો પર ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે.

મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ

અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 17 ટકા મતદાન થઇ રહ્યું છે. ગ્રામિણ મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અમુક જગ્યાએ મતદાન મથક પર માથાકૂટ થઈ હોવાની ઘટના પણ બની છે. વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. 

પ્રથમ બે કલાકમાં કેટલા ટકા થયું મતદાન

ગ્રામ પંચા.તની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 8  ટકા જેટલું મતદાન થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેટલા સંવેદનશીલ મથકો

રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.

કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ

ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે

કેટલા ઉમેદવારો છે મેદાનમાં

સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Gram Panchayat Polls 2021 Live:  પંચાયતો પર કબજો કરવા આજે ગુજરાતમાં  8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગકરશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.