અમદાવાદઃ જામનગરથી 40 કિમી દૂર આવેલાં ગરેડિયા ગામમાં રહેતા માલધારી વશરામભાઇ ટોંગાભાઇએ ગઘેડીનું એક લિટર દૂધ 7000 રૂપિયા લિટરના ભાવે વેચ્યું હોવાનો દાવો ગુજરાતના જાણીતા અખબારના અહેવાલમાં કરાયો છે.


વશરામભાઈ છેલ્લી ત્રણ પેઢીથી હાલારી ગધેડા રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે 40 નર-માદા હાલારી ગધેડી છે. આ અહેવાલમાં વશરામભાઇને એવું કહેતા ટાંકવામાં આવ્યા કહેવુ છે કે, બે-ત્રણ દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી એક વ્યક્તિ અમારી પાસે આવી હતી અને ગધેડીનુ લિટર માંગ્યુ હતું. આ દૂધ સાત હજાર રૂપિયે લિટરના ભાગે વેચાયું હતું.

જામનગર જિલ્લામાં માલધારીઓ દ્વારા ગધેડીના દૂધનો ઉપયોગ જ કરવામાં આવતો નથી. કોઇક વ્યક્તિ બાળરોગના ઇલાજ માટે દૂધ લેવા આવે તો માલધારીઓ તેના પૈસા લેતા નથી. પહેલી વાર એવુ બન્યુ છે કે, ગધેડીનુ એક લિટર દૂધ રૂપિયા સાત હજારમાં વેચાયુ હોય એવો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.

આ અહેવાલમાં આપેલી વિગતો પ્રમાણે ગધેડીના દૂધથી કયારેય એલર્જી થતી નથી અને નાના બાળકોને થતા ઉંટાટિયુ નામના રોગમાં આ દૂધ અકસીર ઇલાજ છે તેથી તેની માંગ છે અને ભાવ પણ વધારે છે. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો ખૂબ જ પ્રમાણમાં હોય છે જ્યારે ફેટનુ પ્રમાણ નહિવત છે. ગધેડીનુ દૂધ પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કેન્સર,એલર્જી અને મેદસ્વીપણુ હોય તો ગધેડીનુ દૂધ રામબાણ ઇલાજ છે. આ દૂધમાં ઇજિયો નામનુ તત્વ છે તે ચામડીની તંદુરસ્તી જ નહીં, સુંદરતા વધારે છે. ગધેડીના દૂધમાંથી સાબુ,શેમ્પુ ,બોડી લોશન સહિત બ્યુટી પ્રોડક્ટસ બને છે તેથી પણ તેના ભાવ ઉંચા છે.

ગુજરાતમાં જામનગર જિલ્લામાં હાલારી ગધેડાની પ્રજાતિ જોવા મળે છે. થોડાક વખત પહેલાં જ એનઆરસીઇએ હિસ્સારમાં હાલારી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા નક્કી કર્યુ કરીને ગુજરાતમાંથી હાલારી પ્રજાતિની દસેક ગધેડી મંગાવી છે. અત્યારે તેનુ બ્રિડીંગ પણ ચાલી રહ્યુ છે. કરનાલમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાાનિકોની પણ રિસર્ચ માટે મદદ લેવામાં આવી રહી છે.

રાજ્યમાં કેટલી શાળાઓ બંધ કરવામાં આવી હોવાની સરકારે વિધાનસભામાં કરી ચોંકાવનારી કબૂલાત, જાણો વિગત

ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ