પેપર લીક કાંડ: હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો થયો ખુલાસો
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે.
gujarati.abplive.com Last Updated: 16 Dec 2021 06:15 PM
બ્રેકગ્રાઉન્ડ
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે...More
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે, ત્યારે હવે ગૃહમંત્રીએ બોલાવી તત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. બે કલાકમાં અધિકારીઓને અધિકારીઓને ગૃહમંત્રીની કાર્યાલયમાં પહોંચનાની સૂચના આપી છે. પેપર લીક કાંડમાં અત્યાર સુધીની તાપસ મુદ્દે ચર્ચા થશે.સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા ફેઇલ રહ્યું છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે કે નહી તે સ્પષ્ટ નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હેડ ક્લાર્કનું પેપર લીક કરવાના માસ્ટર માઈન્ડનો ખુલાસો
હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું ષડયંત્ર કર્યું હતું. દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો પેપર.