Gujarat Heatwave: રાજ્યમાં હજુ પણ ગરમી (Heat)નો પ્રકોપ યથાવત રહેવાનો છે. હવામાન (Weather) વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન (Weather) વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ (Hot) રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન (Weather) વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદનું તાપમાન (Temperature) 45 ડિગ્રીએ પહોંચ્યું. સૌથી વધુ તાપમાન (Temperature) ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમી (Heat)થી રાહત નહી મળે.
રાજ્યમાં ગરમી (Heat)નો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે. રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન (Temperature) નોંધાયું છે. જેમાં હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી (Heat) નોંધાઇ છે. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન (Temperature) 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન (Weather) વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આમ, હજુ પાંચ દિવસ ગરમી (Heat)માંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે.
હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન (Temperature) નોંધાયું છે. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન (Temperature)માં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન (Temperature) સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.
રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન (Temperature) 45ની આસપાસ જ રહેવાની હવામાન (Weather) વિભાગે આગાહી કરી છે.બીજી તરફ અમદાવાદમાં ગરમી (Heat) સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં 16મેએ 43.6, 17મે એ 44.2, 18 મેએ 44.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન (Temperature) હતું. જેની સરખામણીએ રવિવારે 44.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન (Temperature)માં સામાન્ય કરતાં 5.3 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં 25 તારીખ સુધી તાપમાન (Temperature) 45ની આસપાસ રહેવાની હવામાન (Weather) વિભાગે આગાહી કરી છે.