અમદાવાદ: ગુજરાત ભાજપના નેતા હાર્દિક પટલેને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છુટ રહેશે. સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી. હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય !
ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.
ભાજપે વિરમગામ બેઠક પર હાર્દિક પટેલને ટિકિટ આપી છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે. ધોરાજી બેઠક પરથી કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસે ભીખાભાઈ જોશીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકીને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પરથી પરેશભાઈ ધાનાણીને ટિકિટ મળી છે. લાઠી બેઠક પરથી વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ મળી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું.
46 ઉમેદવારો સાથેની બીજી યાદી
ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.