અમદાવાદ: રાજ્યમાં ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ મહત્વનો ચૂકાદો આપ્યો છે. હવે ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે. હાઈકોર્ટે કહ્યું ખાનગી શાળાઓ નફાખોરી નહી કરી શકે. ખાનગી શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. જો કે ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વગર ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં.
ફી રેગ્યુલેટરી કમિટી ખાનગી શાળાનું લીઝ અને રેન્ટનો ખર્ચ નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેર વ્યાજબી રીતે એ ખર્ચને નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળાની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે.
ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે. આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ. ખાનગી શાળાઓ સરપ્લસ માટે ફી વસૂલી શકશે.
ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં. ખાનગી શાળાઓ એ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે. ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે.