અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાના કેસ વધતાં ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ દરમિયાન કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યમાં લોકડાઉન આવશે કે નહીં તેનો નિર્ણય આવી શકે છે.
રાજ્યમાં કોરોના (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,04,39,204 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
19 એપ્રિલ | 11403 | 117 |
18 એપ્રિલ | 10340 | 110 |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
108328 |
975 |