ગાંધીનગરઃ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ( C R Paatil) અને તેમના પત્ની ગંગા પાટીલએ વેકસિનનો (Corona Vaccine) પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં (Gujarat) સ્થિતિ સારી હોવાથી લોકડાઉન (Lockdown) અંગે સરકારે નિર્ણય કરવાનું સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.
કોરોનાનું સંક્રમણ વધતા પેજ પ્રમુખોને પણ જવાબદારીઓ સોપાઇ હોવાનો અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું. તેમણે રકહ્યું કોઈ પણ દર્દી દાખલ હોય અથવા હોસ્પિટલની આવશ્યકતા હોય તો પેજ પ્રમુખએ મદદ આદેશ કરવાં આવ્યો છે.તો અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના કેસની સંખ્યા નિયંત્રણમાં હોવાથી લોકડાઉનની શક્યતાઓ નહિવત હોવાનું સી.આર.પાટીલે ઉમેર્યું હતું. લોકડાઉન અંગેનો નિર્ણય રાજ્યસરકારે કરવાની રહેશે પણ હાલમાં અનેક સ્થળોએ પથારીઓ મોડી મળવાની સ્થિતિ આવી છે પણ એક પણ દર્દી પથારી વગર રહ્યા ન હોવાથી સરકાર કોરોના ઉપર કાબુ કરવા અંગે પણ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,04,39,204 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
19 એપ્રિલ | 11403 | 117 |
18 એપ્રિલ | 10340 | 110 |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
108328 |
975 |