Gujarat Hooch Tragedy Updates: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. ધંધુકા તાલુકામાં 10 લોકોના મોત થયા છે. ભાજપ અને કોંગ્રેસના નેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 12 દર્દીઓમાંથી છ દર્દીનું ડાયાલિસિસિ કરવામાં આવી રહ્યું છે અને છ દર્દીની તબિયત સ્થિર છે. ભોગ બનનારા લોકોમાં 23 વર્ષથી લઈ 70 વર્ષ સુધીના પુરુષો છે.
બોટાદના ઊંચડી ગામના બે પિતરાઈ ભાઈના મોત
બોટાદના ઊંચડી ગામના પ્રૌઢ ઉંમરના ગગજી અને જયંતીભાઈ ચેખલીયાનું લઠ્ઠા કાંડમાં મૃત્યુ થયું છે. બંને પિતરાઈ ભાઈઓ છે. બંન્નેના મળીને કુલ 12 જેટલા સંતાન છે. ગગજી ભાઈની આજે અંતિમ વિધિ થઈ, જ્યારે જ્યંતિભાઈની ગઈકાલે અંતિમ વિધિ થઈ હતી.
રોજીદ ગામ હિબકે ચડ્યું
બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી.. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શું કહ્યું ભાજપના નેતાએ
આ દરમિયાન ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- લઠ્ઠાકાંડમાં જે લોકોનાં મોત થયા છે તેને લઇને હું દુખની લાગણી વ્યક્તિ કરું છું. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે. એક વ્યક્તિના નશો કરવાથી આખો પરિવાર બરબાદ થતો હોય તો નશો ન કરવો જોઇએ. યુવાનોને ઝેરના વેપલાથી દુર રહેવા અલ્પેશ ઠાકોરે ટકોર કરી કહ્યું, દારુ વેચનારા એક પ્રકારના રાક્ષસોને સજા થવી જોઇએ.
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ