ગાંધીનગરઃ ભાજપે છ મહાનગરપાલિકાની ચૂંટણ માટેના ઉમેદવારોની જાહેરાત પછી બે ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે. સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપે જાહેર કરેલા 119 ઉમેદવારોમાંથી ભાજપે બે ઉમેદવાર બદલી નાંખ્યા છે. ભાજપે ગુરૂવારે સાંજે જે યાદી જાહેર કરી હતી તેમાં વોર્ડ નંબર 6 અને વોર્ડ નબંર 14ના ઉમેદવારોમાંથી એક-એક ઉમેદવારની વય 60 વર્ષ કરતાં વદારે હોવાથી બંને ઉમેદવારને બદલાયા છે.


ગુજરાત પ્રદેશ  પાર્લામેન્ટ્રી બોર્ડે કરેલી 60 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ત્યારે બંનેની વય વધારે હોવાથી આ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બદલવામાં આવ્યા છે.

સુરતમાં વોર્ડ નંબર 6 કતારગામમાં અનિતા યશોધર દેસાઈને રીપીટ કરાયાં હતાં પણ તેમની ઉંમર 60 વર્ષને ત્રણ માસ હોવાથી તેમને બદલાયાં છે.  આ ઉપરાંત વોર્ડ નંબર 14માં લક્ષમણ બેલડિયાનું નામ જાહેર કરવામા આવ્યું હતું પણ તેમની ઉંમર પણ 60 વર્ષ કરતાં વધુ હતી. આ અંગે વિવાદ થતાં ભાજપે અનિતા દેસાઈની જગ્યાએ સોનલ દેસાઈ અને લક્ષ્મણ બેલડિયાની જગ્યાએ માજી કોર્પોરેટર નરેશ ધામેલિયાને ઉમેદવાર બનાવ્યા છે.