Banaskanth: ધાનેરાના સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના, યુવકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2021 11:15 AM (IST)
બનાસકાંઠાના ધાનેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે.
બનાશકાંઠા: બનાસકાંઠાના ધાનેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરૂણ મોત થયુ છે. ધાનેરાના સોતવાડા ફતેપુરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવાનનું મોત થયું છે. બે બાઈક સામ સામે અથડાતા યુવાન નીચે પડતા પાછળ આવેલ આઇસર ટ્રક કચડી ફરાર થઈ ગઈ છે. ઘટના ની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ધાનેરા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ માટે હોસ્પિટલમાં મોકલી આફમાં આવી છે. મૃતક યુવાન 30 વર્ષીય geb નો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.