Gujarat Local Body Results Live Updates: રાપર નગરપાલિકામાં ભાજપનો કબજો, પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી
16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું
જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું. ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.
જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું. ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.
ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી. મહેસાણાની બંને નગરપાલિકા પર ભાજપે જીત મેળવી હતી. ખેરાલુ અને વડનગર પાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહેશે. ગાંધીનગરની 28 પૈકી 20 પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગરની 28 પૈકી 8 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સોળે કળાએ કમળ ખિલ્યું હતું. પ્રાંતિજમાં 24 પૈકી 19 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તલોદમાં 24 પૈકી 22 બેઠક ભાજપના ફાળે ગઇ હતી. ખેડબ્રહ્મામાં 28 પૈકી 17 બેઠક ભાજપના ફાળે આવી હતી. વલસાડની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત થઇ હતી. પારડીની 28માંથી 22 બેઠક પર ભાજપની જીત થઇ હતી. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી.
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.
રાપર નગરપાલિકામાં ભાજપે કબજો જમાવ્યો હતો. તલોદની 24 પૈકી 22 બેઠક પર ભાજપના ફાળે આવી હતી. પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી હતી. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નપામાં ભાજપનો વિજય થયો હતો. રાધનપુર નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી હતી.
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપે સત્તા મેળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. તે સિવાય જામજોધપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જામજોધપુરની 28 પૈકી 27 પર ભાજપ, એક પર AAPનો વિજય થયો હતો.
કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઇ હતી. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠકો મળી હતી. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો હતો.
રાપર નગરપાલિકામાં ભાજપે કબજો જમાવ્યો હતો. તલોદની 24 પૈકી 22 બેઠક પર ભાજપના ફાળે આવી હતી. પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી હતી. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નપામાં ભાજપનો વિજય થયો હતો. રાધનપુર નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી હતી.
પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો હતો.
રાણાવાવમાં ભાજપના હાથમાંથી સત્તા જઈ શકે છે. રાણાવાવમાં વોર્ડ-4માં સમાજવાદી પાર્ટીની પેનલ જીતી છે. રાણાવાવમાં જાહેર 16 પૈકી 12 પર સપાના ઉમેદવાર વિજયી થયા છે. આમ બીજેપી માટે રાણાવાવમાં પરિણામો ઝટકા સમાન છે.
મતગણતરીમાં આજે ચાણસ્મા નગરપાલિકા પર ભાજપે કબજો જમાવ્યો છે, ચાણસ્માના પરિણામમાં 13 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
સોનગઢ નગરપાલિકામાં ભાજપે કબજો જમાવી લીધા છે. સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો પૈકી 16 બેઠક પર ભાજપનો વિજય થયો છે. સોનગઢ નપામાં વોર્ડ-4માં ભાજપની પેનલનો વિજય થયો છે.
હાલોલ વોર્ડ-7માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગારિયાધાર વોર્ડ-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. શિનોરની સાધલી બેઠક પર ભાજપની જીત થઇ છે. ચાણસ્મા વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો હતો. રાજુલા વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જાફરાબાદ નપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જાફરાબાદ નપામાં 16 બિનહરીફ બાદ ભાજપે વધુ 12 બેઠક પર જીત મેળવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 464 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 464 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.
ગિરીશ કોટેચાના પુત્ર સામે ચૂંટણી લડેલા ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મહિપતસિંહ બસીયાએ પરાજય થતા જ કેસરિયો ધારણ કર્યો અને કહ્યું મેં જે ધાર્યું હતું અને મારે જે કરવું હતું તે કરી લીધું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો. તે સિવાય ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો. ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઇ હતી. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો.
ભાજપે તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. અહીં 16 ઉમેદવારોએ જીત મેળવીને પાલિકા પર કબજો જમાવ્યો છે. ખાસ વાત છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી, તો વળી, ભાજપ અને કોંગ્રેસ સહિતના 52 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળી રહ્યો છે. સલાયાના અત્યાર સુધીના પરિણામમાં AAPના ઉમેદવારો જીત્યા હતા. સલાયામાં AAPના 8 ઉમેદવારની જીત થઇ હતી.
તે સિવાય ચાણસ્મા વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. હળવદના વોર્ડ નંબર-1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કોડીનારમાં 28 બેઠક પૈકી અત્યાર સુધીમાં ભાજપના ફાળે 4 બેઠક આવી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપની જીત થઇ હતી. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું હતું. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવાર જીત્યા હતા. સુરત વોર્ડ નંબર 18ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. બિલીમોરા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કરજણ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તેવી વધુ શક્યતા જણાઇ રહી છે. વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી થઇ ગઇ છે. 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં વધુ ચાર બેઠકો મેળવી હતી. 28 બેઠકવાળી વાંકાનેર નપામાં ભાજપને 15 બેઠક મળી હતી. રાપર નપાના વોર્ડ નંબર-1માં, હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1, રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર-1, વંથલી નગરપાલિકામાં વોર્ડ નંબર-4, ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર-2, પ્રાંતિજ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
માણસા ભાજપને ખાતુ ખોલાવ્યુ છે. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે જ માણસામાં જીતનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે.
ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.
ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપનો વિજય થયો હતો. તાપીના સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી હતી.
કુતિયાણા નપામાં વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. વલસાડ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારોએ જીત મેળવી હતી. જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરુ થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 પૈકી 13 વોર્ડ પર મતગણતરી શરૂ કરાઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં 2 વોર્ડ બિનહરિફ જાહેર કરાઇ છે.
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી.
કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 40 ટકાથી વધુ મતદાન થયું છે. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું છે.
બ્રેકગ્રાઉન્ડ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. અંદાજે 40 ટકાથી વધુ મતદાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -