સુરતઃ ગુજરાતમાં મહાનગરો સહિત 36 શહેરોમાં આંશિક લોકડાઉનની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટર દ્વારા આ આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવવાની માંગણી કરી છે. બીજી તરફ વેપારીઓ હવે આંશિક લોકડાઉન હટાવી લેવાની માંગણી કરી રહ્યા છે. તેમજ આંશિક લોકડાઉન સામે વિરોધ પણ નોંધાવી રહ્યા છે. તેમજ આ લોકડાઉનને લઈને વેપારીઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતમાં હોટલ સંચાલકોની હાલત કફોડી બની છે અને તેમણે કેટલીક માંગણીઓ પણ કરી છે.
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી સોનાલી રેસ્ટોરન્ટના સંચાલકે શેખર મહેતાએ કહ્યું, પહેલા કરતા હોટલનો વ્યવસાય માત્ર 25 ટકા રહ્યો. જ્યાં સૌથી વધુ લોકો જમવા અને હરવા ફરવા જાય છે તે હોટેલો હાલ સુમસામ છે. હાલમાં હોટલ સંચાલકો માત્ર પાર્સલ સેવા જ આપી શકે છે. દર મહિને હોટલનો ખર્ચો 4 લાખ રૂપિયા છે. રેસ્ટોરન્ટ 18 લોકોને પગાર અને લાઈટ બિલ જેવા ખર્ચ આવો યથાવત છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં સંચાલકોના પરિવારનું જીવન ધોરણ પણ બદલાયું. સરકાર ટેક્સમાં રાહતો આપે.
સુરતમાં આંશિક લોકડાઉનમાં હોટલ રેસ્ટોરન્ટની સ્થિતિ કફોડી બની છે. કોરોના પહેલા દક્ષિણ ગુજરાતમાં મહિને 100 કરોડ બિઝનેસ હતો જે અત્યારે 5 કરોડ પર પહોંચ્યો છે. કોરોના પહેલા હોટલ રેસ્ટોરન્ટ માં 60% વેપાર હતો અત્યારે 0 થી 5 % પર પહોંચી ગયો. પહેલા હોટલ માં 80% ખર્ચ માં 20% નફો આવતો હતો. રેસ્ટોરન્ટ માં 10 થી 15 % નફો થતો હતો હાલ સ્થિતિ કફોડી,ધંધો બંધ છે. હોટલ માલિકો 1 લાખ થી લઈ 5 લાખ સુધી નું પ્રોપર્ટી ભાડું ચૂકવે છે,હાલ એમાં કોઇ વળતર નથી. સ્ટાફ પાછળ અંદાજીત કમાણી ના 20 % ખર્ચ થાય છે..હાલ સ્ટાફ અને કામદાર વતન છે.
હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાયની સરકાર પાસે માંગ.
- પ્રોપર્ટી ટેક્ષ માં માફી આપો
- 24 કલાક પારસલ સેવા શરૂ કરો
- પાણી વેરા માફી આપો
- વીજળી માં ઇલેક્ટ્રિસીટી ડ્યુટી માફી આપો
- ગેસ ડોમેસ્ટિક ભાવે આપો
- PF અને ESI ના કોન્ટ્રબ્યુશન માં માફી આપો
- કોવિડ દરમ્યાન કર્મચારીઓ નું મોત થાય તો 5 લાખ વળતર આપો
- પોલીસ અને પાલિકા ના અધિકારી રાજ બંધ કરો.