સાબરકાંઠાઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) ખતરનાક રીતે વધી રહ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં રોજના ૧૪ હજારથી (Gujarat Corona Cases) વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે કેટલાક શહેરો અને ગામડાઓમાં સેલ્ફ લોકડાઉન (Self Lockdown) નાંખવામાં આવ્યું છે. સાબરકાંઠાનું ખેડબ્રહ્મા (Khedbrahma) શહેર આજથી સાત દિવસ સ્વયંભૂ બંધ રહેશે.
વેપારીઓ અને પ્રાંત અધિકારીની તાજેતરમાં મળેલી બેઠકમાં ૧ મે થી ૭ મે સુધી તમામ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૧૪,૬૦૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાં ૨૩-૨૩ સહિત કુલ ૧૭૩ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫,૬૭,૭૭૭ જ્યારે કુલ મરણાંક ૭,૧૮૩ પર પહોંચ્યો છે. આ પૈકી એપ્રિલ મહિનામાં જ ૨,૬૦,૦૭૯ કેસ નોંધાયા છે જ્યારે ૨,૬૬૪ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.
અત્યાર સુધી કુલ ૪,૧૮,૫૪૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને ૭૩.૭૨% રીક્વરી રેટ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૬૯,૩૫૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૭૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૨૭,૭૩૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો
દેશમાં સોમવારથી 18 દિવસનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Coronavirus Cases India: કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ