ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને તેમાં 12 દર્દી સહિત કુલ 15ના મૃત્યુ નિપજ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું, ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને લખ્યું, ભરૂચમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 16 લોકનોના મોતના દુઃખદ સમાચાર સાંભળીને દુખી છું. આગની ઘટનામાં જીવ ગુમાવનારા તમામને ઈશ્વર શાંતિ આપે. આ સંકટના સમયમાં અમારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું, ગુજરાતના ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલા આગ અકસ્માતથી હું ખૂબ દુ:ખી છું. હું આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.