રાજ્ય અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગાંધીનગરમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેંદ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને મેઘરાજા ધમરોળશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 79 ટકા નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.