પાટણઃ ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા મિનિ લોકડાઉન આગામી 18મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેને પગલે 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને પ્રતિબંધો યથાવત રહે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બીજા માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારના આંશિક બંધમાં જોડાવાની જાહેરાત કરવામમાં આવી છે.
પાટણ માર્કેટ યાર્ડ પણ આગામી 18 મે સુધી બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં તમામ જણસીની હરાજી તેમજ વહીવટી કામગીરી એક સપ્તાહ માટે બંધ રહેશે. કોરોના મહામારીને અટકાવવા માટે વેપારીઓએ નિર્ણય લીધો છે. સરકારના આંશિક બંધમાં પાટણ માર્કેટ યાર્ડ જોડાયું છે.
અગાઉ વિસનગર એપીએમસીમા હરાજીનું કામકાજ 18 મે સુધી બંધ રહેશે. પહેલા 12 મે સુધી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઇન મુજબ હવે 18 મે સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781, વડોદરા કોર્પોરેશન 664, મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286, ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254, જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197, ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 5, મહેસાણામાં 4 , વડોદરા-4, જામનગર કોર્પોરેશમાં 6 , રાજકોટ કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશન-3, સુરત-5, જૂનાગઢ 5, અમરેલી-2, બનાસકાંઠા-3, પંચમહાલ-3, જુનાગઢ કોર્પોરેશન- 3, જામનગર-3, આણંદ-1, ભરુચ-2, ગીર સોમનાથ-1, ખેડા-2, કચ્છ-4, મહીસાગર-2, ગાંધીનગર-2, પાટણ-1, સાબરકાંઠા-1, દેવભૂમિ દ્વારકા-1, અરવલ્લી-1, વલસાડ-1, ગાંધીનગર કોર્પોરેશન-1, દાહોદ-1 અને મોરબીમાં 1ના મોત સાથે કુલ 102 મૃત્યુ થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197