gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે   એમ.સી. શાહ અને કૃષિ મંત્રી   જીતુભાઈ વાઘાણીના અંગત સચિવ તરીકે   હિરેન ઠાકરને મૂકવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી   ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે   કૌશિક ત્રિવેદીની નિમણૂક થઈ છે.

આ નિમણૂકોમાં રાજ્યકક્ષાના મંત્રીઓ જેવા કે   ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરીયા અને ડૉ. મનિષા વકીલ સહિતના મંત્રીઓના અંગત સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

વહીવટી પ્રક્રિયા અને વેઈટિંગ પિરિયડ

સરકારી કામકાજમાં સુગમતા રહે તે હેતુથી આ અધિકારીઓને જે-તે મંત્રીઓના કાર્યાલયમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તારીખ ૧૭/૧૦/૨૦૨૫ થી લઈને ૫/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને આ અધિકારીઓ માટે 'ફરજિયાત પ્રતિક્ષા સમય' (Compulsory Waiting Period) તરીકે ગણવામાં આવશે. આ હુકમ સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ રોનક મહેતાની સહીથી બહાર પાડવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીનો અંગત સ્ટાફ

ક્રમઅધિકારીનું નામહોદ્દો (જગ્યાનું નામ)
એન.એ.રાજપુત (અધિક કલેક્ટર)અંગત સચિવ (PS)
વેદાંત જોષી (ઉપસચિવ, ગૃહ વિભાગ)અધિક અંગત સચિવ (Addl. PS)
કુંજન પટેલ (સેક્શન અધિકારી, GAD)અંગત મદદનીશ (PA)
મૌલિક દેસાઈ (સેક્શન અધિકારી, ઉદ્યોગ વિભાગ)અંગત મદદનીશ (PA)

કેબીનેટ મંત્રીઓનો અંગત સ્ટાફ

ક્રમમંત્રીઅંગત સચિવ (PS)અધિક અંગત સચિવ (Addl. PS)અંગત મદદનીશ (PA)
કનુભાઈ દેસાઈએમ.સી.શાહમોતીભાઈ રબારીઅપૂર્વ જોષી
જીતુભાઈ વાઘાણીહિરેન ઠાકરહર્ષિત પટેલરવિરાજસિંહ ઝાલા
ઋષિકેશ પટેલકૌશિક ત્રિવેદીકુ. કૃતિ આર.નાયકદિપેશ રાજ
કુંવરજીભાઈ બાવળીયાજે.બી.વદરઆશિષ મિત્રારાકેશ પરમાર
નરેશભાઈ પટેલબી.બી.મોડીયાચિંતન ચૌધરી(ખાલી)
અર્જુનભાઈ મોઢવાડીયાહરેન્દ્રસિંહ પરમારપરેશ ખોખરઅપૂર્વ પટેલ અને મિલન સોલંકી
ડૉ. પ્રદ્યુમન વાજાવી.સી.બોડાણા(ખાલી)અંકુર ઉપાધ્યાય
રમણભાઈ સોલંકીઆઇ.એચ.પંચાલનિયત પટેલહેતલ માવદીયા

રાજ્યકક્ષાના મંત્રીઓનો અંગત સ્ટાફ

ક્રમરાજ્યકક્ષાના મંત્રીઅંગત સચિવ (PS)અંગત મદદનીશ (PA)
ઈશ્વરસિંહ પટેલચેતન ગણાત્રાકમલેશ ચાવડા
પ્રફુલ પાનસેરીયાજે.એમ.વેગડાપલક મડીયા
ડૉ. મનિષા વકીલ(ઉલ્લેખ નથી)હરેશ ધુળિયા
પરષોત્તમભાઈ સોલંકીએન.એન.ચાવડારાજેન્દ્ર સોઢા
કાંતિલાલ અમૃતિયારૂતુરાજ જાદવનિખિલ કુબાજી
રમેશભાઈ કટારાભરત કે. પટેલભરત જોષી
દર્શનાબેન વાઘેલાએન.આર.ધાંધલસચિન કડીયા
કૌશિકભાઈ વેકરીયાનૈમેષ પટેલકૃણાલ હિંગુ
પ્રવિણભાઈ માળીએસ.ડી.ગીલવાકશ્યપ રોય
૧૦ડૉ. જયરામભાઈ ગામીતબી.એન.ખેરનિલેશકુમાર ડામોર
૧૧ત્રિકમભાઈ છાંગાકલ્પેશ આર ભટ્ટરજનિકાંત પ્રજાપતિ
૧૨કમલેશભાઈ પટેલકે.જી.ચૌધરીજિતેન્દ્રસિંહ ઝાલા
૧૩સંજયસિંહ મહીડાવી.કે.જોષીપ્રકાશ મોદી
૧૪પૂનમચંદ બરંડાએ.એમ.કણસાગરાસાગર પલસાણા
૧૫સ્વરૂપજી ઠાકોરરોહિત ડી. અઘારાગોપાલ માંગુકીયા અને તુષાર મહેતા
૧૬રિવાબા જાડેજારીટા.જે.પટેલતુષાર મહેતા, ગુજરાત શિક્ષણ સેવા (વર્ગ-1)