Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
મધ્યમ વરસાદની શક્યતા:
- જામનગર
- દ્વારકા
- પોરબંદર
- જુનાગઢ
- રાજકોટ
સામાન્ય વરસાદની શક્યતા:
- કચ્છ
- સુરેન્દ્રનગર
- મોરબી
- અમરેલી
- બોટાદ
- ભાવનગર
- ગીર સોમનાથ
સામાન્યથી હળવા વરસાદની શક્યતા:
- મહેસાણા
- અમદાવાદ
- પાટણ
- બનાસકાંઠા
- અરવલ્લી
- ગાંધીનગર
- સાબરકાંઠા
- મહીસાગર
- ખેડા
- પંચમહાલ
- આણંદ
- દાહોદ
- વડોદરા
- છોટાઉદેપુર
- નર્મદા
- ભરૂચ
- સુરત
- તાપી
- ડાંગ
- નવસારી
- વલસાડ
- ગમન
- દાદરા નગર હવેલી
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ, વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ, વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો.
જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ, માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ, કચ્છના અંજારમાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ, નવસારી તાલુકામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.