Gujarat Monsoon: ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમા 30 જિલ્લાઓ ના 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડા અને ખેડાના માતર તાલુકામા ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના વસો અને નડીયાદ તાલુકામાં પણ  ૩-૩ ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોશીના તાલુકામાં ૩ ઈંચ, ખેડાના મહેમદાવાદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના હાલોલ તાલુકામાં અઢી ઈંચ તથા અન્ય  37 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સિઝનનો 59.86  ટકા વરસાદ થયો છે.


ધરાઈ ડેમમાં પાણીની આવક


મહેસાણાના ધરાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાં 8888 ક્યુસેક નવા પાણીની થઈ આવક  છે. ડેમમાં પાણીની સપાટી 596.65 ફૂટ છે, કુલ પાણીનો જથ્થો 28.73 ટકા થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં નોધ પાત્ર વધારો થયો છે.


સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકે 5 સેમીનો વધારો


મધ્યપ્રદેશમાં ભારે વરસાદની અસર સરદાર સરોવર ડેમ પર જોવા મળી છે. દર કલાકે ડેમની જળ સપાટી 4 થી 5 સેન્ટિમીટર વધી રહી છે. પાણીની આવક સીઝનમાં પહેલી વાર એક લાખ ક્યુસેક પાર કરી 105165 ક્યુસેક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 121.72 મીટરે પહોંચી છે. 


રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીથી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠામાં કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.


ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો કે, કોઈપણ કર્મચારી કે અધિકારીઓએ હેડ ક્વાર્ટર ન છોડવું. તો વધારે વરસાદની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યના પણ આદેશ કરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. તો શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેંદ્રનગર, રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે.


આ પણ વાંચોઃ


IND vs WI : ઈંગ્લેન્ડથી ટીમ ઈન્ડિયા પહોંચી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે, જુઓ તસવીરો


રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ