Gujarat Monsoon: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ,રાજકોટ,અમરેલી,ગીર સોમનાથ,જામનગર, પાટણ,બનસકાંઠા,ડીસામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજકોટના મેટોડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનુ આગમન થયું છે. વીજળી પડતાં મૂળ ઉત્તરપ્રદેશના નીરજ શ્યામ યાદવનું મોત થયું છે. છત પર વીજળી પડી

Gujarat Monsoon: રાજકોટમાં વીજળી પડતાં યુવકનું મોત, જસદણમાં બે ઈંચ વરસાદથી નદીમાં આવ્યું પૂર
હતી, જેના કારણે ત્યાં ગાબડું પડી ગયું હતું.


જસદણમાં જામ્યો વરસાદી માહોલ


જસદણ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર અને જસદણ ના ગ્રામ્ય વિસ્તાર આટકોટ વિરનગર પાંચવડા બળધોઈ સહિત ના ગામો માં વરસાદ પડ્યો છે. જસદણ શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. બળધોઈમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે સરણ નદીમાં પ્રથમ વરસાદમાં જ પૂર આવ્યું છે. પંથકમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.


 


અમરેલીમાં મેઘસવારી યથાવત્
અમરેલી જિલ્લામા મેઘ સવારી યથાવત રહી છે. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ડાભાળી જીરામાં ધોધમાર વરસાદના કારણે ચેક જેમ છલકાઈ ગયો છે અને સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. નદી-નાળા અને ચેક ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વિજપડી, મેવાસા, સેંજળના ગામોમા વરસાદ પડ્યો છે. વિજપડીમાં ધોધમાર વરસાદ પડતા મેઇન બજારમાં પાણી વહેતા થયા.




ગીર સોમનાથમાં પણ મેઘમહેર


ગીર સોમનાથમાં પણ મેહુલિયાએ મંડાણ કર્યુ છે. તાલાળા માં બે ઇંચ વરસાદ પડ્યો છે. ઉના - વેરાવળ માં એક એક ઇંચ પડ્યો છે. જયારે કોડીનાર, સુત્રાપાડા અને ગીર ગઢડા માં હળવા હળવા ઝાપટાં પડ્યા છે. વરસાદના કારણે તાલાળાની બજારોમાં પાણી વહેતા થયા છે.


ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ગેલમાં


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
ઉપલેટા તાલુકાના પાનેલી, ખાખીજાળીયા,  ઢાંક, સેવંત્રા મોજીરા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેતરો તથા શેરી ગલીઓમાં પાણી વહેતા થયા. વરસાદની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સાથે જ ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી છે. ઉપલેટા ગામ્ય પંથકમાં ત્રણ કલાકમાં એક થી બે ઈચ વરસાદ પડ્યો. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


વલસાડના તિથલનો દરિયો બન્યો તોફાની


વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આજે એકમની ભરતીના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા.  જેના પરિણામે પાણી તિથલ ચોપટી પર ફરી વળતાં સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવા પડ્યા હતા. સતત બે દિવસથી તિથલના દરિયાકિનારે તોફાની માહોલ જામ્યો છે.