Gujarat Monsoon:  હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  બે દિવસ સામાન્ય અને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી  છે. દાહોદ, પંચમહાલ , મહીસાગરમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.  8,9,10 તારીખે ભારે વરસાદની આગાહી છે.  8,9,10 તારીખે ભારે વરસાદ ની આગાહી



આજે દાહોદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.


જુલાઈ મહિનામાં મેઘરાજાએ કરી મહેર


ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે. રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ


Rajkot: સૌરાષ્ટ્રના આ શહેરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે થયું સામ સામે ફાયરિંગ


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ


Maruti Alto:  મારુતિ નવી અલ્ટોને વધુ પ્રીમિયમ બનાવશે, જાણો શું છે કારણ


Mehsana: બોગસ IELTS સર્ટિથી USAમાં પ્રવેશતા વધુ 7 પકડાયા, જાણો વિગત


Triranga Bike Rally: લાલ કિલ્લાથી સંસદ સુધી સાંસદોએ કાઢી તિરંગા બાઇક રેલી, ગુજરાતના સાંસદો થયા સામેલ