Latest Gujarat Monsoon Updates: હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ત્રણ કલાકમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાદરા નગર હવેલી, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ અને પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી છે.
કચ્છમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ધોધમાર વરસાદના કારણે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. થોડાક વરસાદમાં પાણી ભરાઈ હતા પાલિકાની પ્રિ મોન્સુન પોલ ખુલી હતી. બસ સ્ટેશનમાં પાણી ભરાઈ જતાં વાહનો બંધ પડ્યા હતા અને લોકોને પણ હાલાકી પડી હતી.
ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે. સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.