Gujarat Monsoon Live: આણંદમાં વરસાદનું આગમન, ધરતીપુત્રોમાં ખુશી
Gujarat Monsoon Live Updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
નર્મદા ડેમ ની જળ સપાટી વધતા વીજ મથક શરૂ કરવામાં આવ્યા છે. રિવારબેડ પાવર હાઉસ ના 200 મેગાવોટ ના 6 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ માં છેલ્લા દસ દિવસ થી ચાલતા જળ વિદ્યુત મથક દ્વારા રોજ ની લગભગ 40 લાખની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
આણંદ શહેર સહિત વિદ્યાનગર કરમસદ જીટોડીયા, વઘાસી, ગામડી વિસ્તારોમાં વરસાદ. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ખેડૂતોમા ખુશીનો માહોલ છે.
હવામાન વિભાગના મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
વરસાદના કારણે ગાંધીનગરના ખોરજ બ્રિજની સાઈડમાં ગાબડું પડ્યું છે. જેના કારણે બ્રિજના સાઈડનો ભાગ ધરાશાયી થતા બંધ કરી દેવાયો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં ગાબડું પડતા ગુણવતા સામે સવાલો ઉભા થયા છે. ખોરજ- ખોડીયાર કન્ટેનર ડેપો ચાર રસ્તા પરના ફ્લાયઓવરનુ લોકાર્પણ 21/06/2021ના રોજ થયું હતું.
અમદાવાદ શહેરના સરસપુર ,કાલુપુર સહિતના વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ આજે વરસાદની ફરી શરુઆત થઈ છે.
અંકલેશ્વર 1.5 ઇંચ
આમોદ 18 મી.મી.
જંબુસર 5 મી.મી.
ઝઘડિયા 8 મી.મી.
નેત્રંગ 1.5 ઇંચ
ભરૂચ 17 મી.મી.
વાગરા 18 મી.મી.
વાલિયા 2 ઇંચ
હાંસોટ 2 ઇંચ
ઉકાઈ ડેમના 11 દરવાજા છ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમ માં 48,584 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 1 લાખ 20 હજાર 784 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમ ની સપાટી 333.20 ફૂટ પર પોહચી છે.
નવસારી 4 mm
જલાલપોર 03 mm
ગણદેવી 01mm
ખેરગામ 01 mm
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ક્યાંક મેઘરાજાનો કહેર તો ક્યાંક મહેર જોવા મળી રહી છે. શનિવારે સાંજથી શરુ થયેલા વરસાદે રવિવારે ફરી એક વખત અમદાવાદ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.રાત્રે દસ કલાકથી શરુ થયેલા વરસાદે ખાસ કરીને અમદાવાદ પૂર્વ અનેક વિસ્તારો જળબંબાકાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -