અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી વરસાદ શરૂ થયો છે. ત્યારે હવે વરસાદને લઈને વધુ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત રહેશે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ આવતો રહેશે, તેવી હવામાન વિભાગની આગાહી છે. 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ આવી શકે છે. 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી અસર વધશે. 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.


અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે  રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.


સુરતમાં વરસાદ









બનાસકાંઠામાં વરસાદ


બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં મોડી રાતે વરસાદ (Rain) વરસ્યો હતો. કાંકરેજના શિહોરી, ખીમાણા, થરા સહિતના વિસ્તારોમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ મગફળી, જુવાર, બાજરી સહિતના પાકોને વરસાદથી નવુ જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.