Gujarat Monsoon: ગુજરાતમાં હવે ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકી છે, પ્રી મૉનસૂન સ્થિતિમાં ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે, ગઇકાલે અને આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યની સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇને આગાહી કરી છે.
ગુજરાતના જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ ચોમાસુ અને વરસાદ-વાવાઝોડાને લઇને સ્પષ્ટ વાત કરી છે, તેમને જણાવ્યું છે કે, ચોમાસું ભલે મોડું આવે, પરંતુ 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રૉમ સર્જાવવાની પુરેપુરી શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.
આ સિવાય હવામાનના જાણીતા આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમાં 24 થી 30 જુન સુધી વરસાદની આગાહી છે.
આવતીકાલ (16 જૂન) માટે ઓરેન્જ અને યલો એલર્ટ:
- ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
- યલો એલર્ટ (ભારે વરસાદ): સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.
17 જૂનની આગાહી:
- ઓરેન્જ એલર્ટ: ભાવનગર.
- યલો એલર્ટ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
18 અને 19 જૂનની આગાહી:
- 18 જૂને (યલો એલર્ટ): કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ.
- 19 જૂને (યલો એલર્ટ): ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.
20-21 જૂનની આગાહી: આગામી 20 અને 21 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.