Weather Rain Forecast:હવામાન વિભાગે સોમવાર (16  જૂન) માટે ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. લોકોને આ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે., છત્તીસગઢ અને ઓડિશામાં હળવા વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે. અહીં ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, લોકોને વરસાદ દરમિયાન મોટા ઝાડ નીચે ન રોકાવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારથી કેરળના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 18 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. સોમવારે પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરળમાં શાળાઓ બંધ

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, કેરળના ત્રિશૂર, પલક્કડ, કન્નુર, વાયનાડ, મલપ્પુરમ, કોટ્ટાયમ, કોઝિકોડ, ઇડુક્કી, એર્નાકુલમ, પઠાણમથિટ્ટા અને કાસરગોડના જિલ્લા કલેક્ટરોએ સોમવારે જિલ્લાઓની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. અલાપ્પુઝા જિલ્લા કલેક્ટરે કુટ્ટાનાડ તાલુકામાં રજા જાહેર કરી છે. આ જિલ્લાઓ ઉપરાંત, રાજધાની તિરુવનંતપુરમ, કોલ્લમ અને અલાપ્પુઝા માટે પીળા ચેતવણી જાહે કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, કેરળ અને માહીના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3.1 મીટરથી 3.4 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને 18 જૂન સુધી આ દરિયાઈ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હીમાં હળવો વરસાદ થવાની શક્યતા

હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ દિલ્હી માટે ' ઓરેજ ' ચેતવણી જાહેર કરી છે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરી છે. રવિવારે સવારે દિલ્હીમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધારે છે. IMD એ જણાવ્યું હતું કે રવિવારે સવારે રાજધાનીમાં 42 મીમી વરસાદ નોંધાયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સફદરજંગ સેન્ટરમાં 33.5 મીમી, લોધી રોડ પર 32 મીમી અને પુસા સેન્ટરમાં 27.5 મીમી વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. IMD ના જણાવ્યા અનુસાર, રાત્રે 2.30 થી 4.30 વાગ્યા દરમિયાન વીજળી સાથે વરસાદ પડ્યો હતો.

IMD એ જણાવ્યુ કે, સોમવાર સાંજ સુધી ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  5૦-6૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 ડિગ્રી સેલ્સિયસ અને 23૨૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, રવિવારે સાંજે 4 વાગ્યે દિલ્હીની હવાની ગુણવત્તા "સંતોષકારક" શ્રેણીમાં નોંધાઈ હતી, જેમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 62 હતો.

વારાણસી શહેર સૌથી ગરમ

15 જૂને  વારાણસી દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત, ઉરાઈ અને ગાઝીપુરમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. પંજાબમાં ભટિંડા, હરિયાણામાં સિરસા, મધ્યપ્રદેશમાં સિદ્ધિ અને રાજસ્થાનમાં ચુરુ સૌથી ગરમ જિલ્લા હતા. આ બધા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 41થી 42  ડિગ્રીની વચ્ચે હતું.