Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને પણ ઘમરોળી દીધા છે. આ દરમિયાન રાજ્યમાં  246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં દોઢ ઈંચ, 19 તાલુકામાં સવા ઈંચ તથા 20 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.



                 


રાજ્યમાં  ક્યાં કેટલો પડ્યો વરસાદ



  • રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ

  • નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ

  • નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ

  • જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ

  • ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ

  • નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ

  • જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ

  • દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ

  • ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ

  • નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ

  • જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ

  • ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ

  • બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ

  • અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ

  • જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ

  • ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ

  • વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ

  • નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ

  • ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ

  • વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ

  • લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ

  • અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ

  • પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ

  • વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ

  • જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ

  • વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ

  • મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ