Gujarat Monsoon Updates: રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની તૈયારી થઈ રહી હોય તેમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે. અમરેલી જીલ્લમાં વરસાદી માહોલછે, જ્યારે અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલી આસપાસના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ધારી પંથકના કેટલાક ગામોમાં પણ વરસાદ છે. ધારીના સરસિયા, જીરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.


જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ


જુનાગઢ જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ છે. માણાવદર અને વંથલી પંથકમાં પણ વરસાદી માહોલ છે. જુનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આઝાદ ચોક, કાળવા ચોક, ચિતાખાના, દિવાન ચોક, તળાવ દરવાજા, મજેવડી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં નોંધાયો વરસાદ


રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના પારડી અને નવસારીના ખેરગામમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.





  • સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ

  • નવસારીના ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદ

  • અમરેલીના ખાંભામાં અઢી ઈંચ વરસાદ

  • ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ વરસાદ

  • વડોદરાના કરજણમાં સવા બે ઈંચ વરસાદ

  • તાપીના વ્યારામાં પોણા બે ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડામાં પોણા બે ઈંચ વરસાદ

  • ડભોઈ, નસવાડી, નવસારી, મહુવામાં નોંધાયો દોઢ દોઢ ઈંચ વરસાદ

  • ગારીયાધાર, વલસાડ, જાફરાબાદમાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • વાપી, ધોરાજીમાં સવા સવા ઈંચ વરસાદ

  • બારડોલી, સંખેડા, ધરમપુર, સિનોરમાં એક એક ઈંચ વરસાદ

  • સાગબારા, વાલીયા, જલાલપોરમાં એક એક ઈંચ વરસાદ

  • પલસાણા, કામરેજ, તાલાલા, વાલોડમાં પોણો પોણો ઈંચ વરસાદ

  • સાવરકુંડલા, પાદરા, ડેડીયાપાડામાં અડધો અડધો ઈંચ વરસાદ

  • જંબુસર, ઝઘડીયા, કુકરમુન્ડામાં અડધો ઈંચ વરસાદ

  • જેસર, લાઠી, ઉમરપાડામાં અડધો ઈંચ વરસાદ

  • વિસાવદર, ઉમરગામ, ડોલવણમાં અડધો ઈંચ વરસાદ

  • વડોદરા, સોનગઢ, નિઝર, માંગરોળમાં અડધો ઈંચ વરસાદ


આવતીકાલે ક્યાં છે વરસાદની સંભાવના


હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.




અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


ગુજરાતમાં બે રાઉન્ડ બાદ હવે ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારે વરસાદને પગલે નર્મદા બંધ છલકાશે. ગુજરાતની નદીઓમાં ભારે પુર આવી શકે છે, તાપી નદીમાં પુર આવવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં નવીન પ્રકારનું ચોમાસુ જોવા મળશે. 17થી 20 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ થવાની શક્યતા છે, 23 જુલાઈથી 8 ઑગસ્ટ અતિભારે વરસાદ ગુજરાતમાં રહેશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial