Gujarat Monsoon Update: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે, આવતા મહિનાથી રાજ્યમાં ચોમાસુ બેસી જશે પરંતુ આ પહેલાના વરસાદે અનેક સ્થળોએ તારાજી સર્જી છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી 48 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસી શકે છે. હાલમાં દેશમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પણા ભાગોમાં ચોમાસી પહોંચી ચૂક્યુ છે અને આગામી 9 દિવસ બાદ ગુજરાતમાં એન્ટ્રી થશે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ ચોમાસુ વધુ ઝડપથી ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સંપૂર્ણપણે સકીય થઈ જશે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વરસાદી આગાહી કરી છે. તાજા અપડેટમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની પડશે. આજે 29 મે એ અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી છે, 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114 ટકા વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા જેટલો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.