Morbi Bridge Collapse: મોરબીમાં આવેલી મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા બ્રીજ પર એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી ગયા બાદ મોડી સાંજે પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાં હોવાની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ છે? શું બ્રીજની સંભાળ રાખતી કંપનીની ભૂલના કારણે આ દુર્ઘટના બની છે?


પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટઃ


તમને જણાવી દઈએ કે, ઓરેવા કંપની મોરબીના ઝૂલતા બ્રીજની જવાબદારી સંભાળતી હતી. મહત્વનું છે કે, મોરબીના ઝૂલતા બ્રીજને 4 દિવસ પહેલાં જ મરામત કર્યા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ 7 મહિના સુધી બંધ રહ્યો હતો. ઓરેવા કંપની દ્વારા આ પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટ પણ રાખવામાં આવી હતી. રવિવારના દિવસે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઝૂલતા બ્રીજને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પુલ પર અંદાજે 400થી વધુ લોકો એક સાથે પહોંચી ગયા હતા જેથી પુલ પર વજન પણ વધી ગયું હતું. 


મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કર્યો ખુલાસોઃ


એબીપી અસ્મિતા સાથીની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી માહિતી આપી હતી. સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કેબલ બ્રીજનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.​​


આ પણ વાંચો...


Morbi Cable Bridge Collapses: મોરબીની કેબલ બ્રીજ દુર્ઘટના અંગે PM Modiએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ સૂચનાઓ આપી