Gujarat Municipal Election 2021 : 6 મહાનગરપાલિકામાં સરેરાશ 43 ટકા થયું મતદાન, સૌથી વધુ જામનગરમાં વોટિંગ

Gujarat Municipal Election: રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સરેરાશ 43 ટકા મતદાન થયું છે. 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયા છે.

abpasmita.in Last Updated: 21 Feb 2021 08:06 PM

6 મહાનગરપાલિકામાં સરેરાશ 42 ટકા મતદાન થયું છે, સૌથી વધુ મતદાન જામનગરમાં થયું છે. જામનગરમાં 50 ટકા મતદાન થયું છે, જ્યારે અમદાવાદમાં 39 ટકા મતદાન થયું છે.
રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનુ મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે એવરેજ 40 ટકા મતદાન નોંધાયુ છે, રાજ્યમાં સૌથી વધુ જામનગર મહાનગર પાલિકામાં 50 ટકા મતદાન નોંધાયુ છે.
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સરેરાશ 32.33 ટકા મતદાન
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજિલબેન સાથે રાજકોટની અનિલજ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું.
સૌથી વધુ જામનગરમાં 38.75 ટકા મતદાન
બપોર સુધી એવરેજ 26 ટકા મતદાન નોંધાયુ છે, આંકડા પ્રમાણે, અમદાવામાં 20 ટકા, વડોદરામાં 27.47 ટકા, સુરતમાં 29.29 ટકા, રાજકોટમાં 27.90 ટકા, જામનગર 30.74 ટકા અને ભાવનગરમાં સૌથી વધુ 31 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.
બપોર સુધી મતદાનના આંકડા ચૂંટણી પંચે જાહેર કરી દીધા છે, જાહેર કરાયેલા આંકડા ચિંતાજનક છે, અને મહાનગર પાલિકા ચૂંટણીમાં મતદારોમાં નિરસતા દેખાઇ રહી છે.
સુરત : વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમમાં દુલ્હને લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન કર્યુ
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ બરદાન વાલા સ્કૂલ ખાતે મતદાન કર્યુ
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ બરદાન વાલા સ્કૂલ ખાતે મતદાન કર્યુ
અમદાવાદમાં એકટ્રેસ આરોહી પટેલે આંબાવાડી ખાતે બ્લયુ બેલ સ્કુલમાં કર્યુ મતદાન
રાજકોટ ના પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ વોર્ડ નં10મા મતદાન કર્યું.
6 મનપાઓમાં બપોરે 12.30 સુધીમાં સરેરાશ મતદાન 12.88 ટકાઃ જામનગરમાં સરેરાશ 15.45 ટકા મતદાન, રાજકોટમાં 14.76 ટકા મતદાન, સુરતમાં 13.73 ટકા મતદાન, ભાવનગરમાં 13.49 ટકા મતદાન, વડોદરા 13.16 ટકા મતદાન, અમદાવાદ 11.40 ટકા મતદાન
ભાવનગરના બોરતલાવ વોર્ડ 9માં 32.અને 37 નંબરનું ઇવીએમ ખોટવાયું
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.ઇન્દ્રવીજયસિંહ ગોહિલે જે જી ઇન્ટરનેશનલ કોલેજ ખાતે મતદાન કર્યું.
જામનગરઃ સાંસદ પૂનમબેન માડમે નવાગામમાં આવેલા ગોપાલક છત્રાલય ખાતે મતદાન કર્યું
રાજકોટમાં હાસ્યકલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે કર્યું મતદાન
અમદાવાદઃ કોંગ્રેસના MLA હિંમતસિંહ પટેલે બાપુનગર વોર્ડની સુખરામનગરની સરકારી શાળામાં કર્યું મતદાન
11 વાગ્યા સુધીના મતદાનના આંકડાઃ અમદાવાદ 18 ટકા, વડોદરા 19 ટકા, સુરત 18 ટકા, ભાવનગર 20 ટકા, રાજકોટ 17 ટકા, જામનગર 19 ટકા
11 વાગ્યા સુધીના મતદાનના આંકડાઃ અમદાવાદ 18 ટકા, વડોદરા 19 ટકા, સુરત 18 ટકા, ભાવનગર 20 ટકા, રાજકોટ 17 ટકા, જામનગર 19 ટકા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ
ભાવનગરઃ પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વોર્ડ નંબર 8 ની સરકારી કુમાર છાત્રાલય ખાતે મતદાન કર્યું
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના બાજવાડામાં આવેલી શ્રેય સાધક સંકુલમાં મતદાન કર્યું.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના બાજવાડામાં આવેલી શ્રેય સાધક સંકુલમાં મતદાન કર્યું.
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે અઢી કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન, મતદારોમાં ઉત્સાહ
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે અઢી કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન, મતદારોમાં ઉત્સાહ
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું. જે બાદ લોકોને જંગી મતદાનની અપીલ કરી.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મતદાન કર્યુ
પ્રથમ બે કલાકમાં સરેરાશ આઠ ટકા મતદાન થયું છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી એ કર્યું મતદાન,
વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિરના 30થી વધુ સંતોએ કર્યું મતદાન
સુરત મનપા કમિશ્નર બંધાનિધિ પાનીએ મતદાન કર્યું
અમદાવાદના વસ્ત્રાલની માધવ ઇન્ટરરનેશનલ સ્કૂલમાં લગ્ન પ્રસંગમાં જતા પહેલા યુવતીએ મતદાન કર્યું. પ્રથમ વખત મતદાન કરી રહેલી દિશા પટેલે કહ્યું, લગ્ન પ્રસંગ કરતાં મતદાન મારી પ્રાથમિક ફરજ છે. અમદાવાદ હકીકતમાં સ્માર્ટ સિટી બને તે માટે મેં મતદાન કર્યુ છે.
જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું. ખોડિયાર કોલોની નજીક આવેલા શિશુવિહાર સ્કૂલ ખાતે પત્ની પ્રફુલ્લ બા અને પુત્ર જગદીશ સિંહ જાડેજા સાથે મતદાન કર્યું.
અમદાવાદઃ જુહાપુરાના વિવિધ બુથો પર મતદારો ઉમટ્યા. મકરબા વૉર્ડ નંબર ૧૨ ની એવન સ્કૂલ માં EVM મશીન ખોટકાયું.
વડોદરા ભાજપ પ્રમુખ ડો વિજય શાહે કેળવણી સ્કુલ ના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું. વડોદરામાં ભાજપ તમામ 76 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ભાવનગર જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ વોર્ડ નબર 8 માં સર પી પી સાયન્સ કૉલેજ ખાતે મતદાન કર્યું
રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું. ગાયત્રીબા વાઘેલા વોર્ડ ન.3 ના ઉમેદવાર છે.
રાજકોટમાં ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યું
રાજકોટમાં ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યું
મહેસુલ મંત્રી કૌશિક પટેલે અમદાવાદના થલતેજ વિસ્તારમાં યુટોપિયા શાળામાં મતદાન કરશે
અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડના ભાજપના ઉમેદવાર ગીતા પ્રજાપતિએ સહ પરિવાર મતદાન કર્યું
રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પત્ની સાથે મતદાન કર્યુ
સુરતમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલી વખત મતદાન કરતા ઉમેદવારોમાં ઉત્સાહ
રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યું મતદાન.
લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ.
જામનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ કર્યું મતદાન
વડોદરાના છાણી ગામના ગંગાબાઈ સ્કૂલ ખાતે મતદાન મથકમાં મશીન ખોટકાયુ

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્માંયો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે..મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદના નારણપુરાની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેમાં  ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા છે.

પક્ષ અનુસાર ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 577 કૉંગ્રેસના 566, NCPના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો હરિફાઈમાં છે.

ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે 773 ઉમેદવારો હરીફાઈમાં છે..સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

વડોદરા મહાનગરપાલિકાનીની વાત કરીએ તો 19 વોર્ડની ચુંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72 બેઠકો પર 293 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચૂંટણીમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.