- Home
-
સમાચાર
-
ગુજરાત
Gujarat Municipal Election Vote Counting: 6 મહાનગરોમાં ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIMની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી
Gujarat Municipal Election Vote Counting: 6 મહાનગરોમાં ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIMની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી
6 મહાનગરપાલિકાની 575 બેઠક પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.08 ટકા જેટલુ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી ચાલી રહી છે. તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપ વિરાટ જીત તરફ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
abpasmita.in
Last Updated:
23 Feb 2021 09:51 PM
6 મહાનગરપાલિકાના ચૂંટણીજંગમાં 6 એ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કૉંગ્રેસની કારમી હાર થઈ છે.
અમદાવાદ અને વડોદરા મનપામાં સતત ચોથી વખત ભાજપે સત્તા મેળવી છે. અમદાવાદમાં આપને એંટ્રી મળી નથી પણ ઓવૈસીની પાર્ટી AIMIMની એંટ્રી થઈ છે.
જામનગરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકમાંથી ભાજપે 50 બેઠક પર કબજો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 11 બેઠક આવી હતી અને BSPને ત્રણ 3 બેઠક મળી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકમાંથી 68 બેઠક પર ભાજપે કર્યો કબજો. તો કૉંગ્રેસના ખાતામાં માત્ર 4 બેઠક આવી હતી જ્યારે અન્ય પક્ષો ધોવાઈ ગયા.
ભાવનગરની કુલ 13 વોર્ડની 52 બેઠકમાંથી ભાજપે કર્યો 44 બેઠક પર કબજો.. તો કૉંગ્રેસના ખાતામાં આવી 8 બેઠક પર.
વડોદરા મનપાની કુલ 19 વોર્ડની 76 બેઠક પૈકી 69 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ જ્યારે કૉંગ્રેસના ફાળે માત્ર સાત જ બેઠક આવી હતી. તો અન્ય કોઈ પક્ષ તો પોતાનું ખાતુ પણ ન ખોલાવી શક્યા.
સુરત મનપાના કુલ 30 વોર્ડની 120 બેઠકમાંથી 93 બેઠક ભાજપે કર્યો કબજો.. તો આમ આદમી પાર્ટીના ખાતામાં આવી 27 બેઠક.. જ્યારે કૉંગ્રેસને તો ખાતું ખોલવામાં પણ ફાંફા પડી ગયા..
અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની પેનલ તૂટી, ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવાર(જગદીશ રાઠોડ)ની જીત થઈ
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
સુરતમાં આપની ધમાકેદાર એન્ટ્રી થતા 27 બેઠકો પર જીત મેળવી છે . ત્યારે આ ભવ્ય જીત મળતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરત આવશે અને રોડ શો કરશે. સુરતમાં વિપક્ષ તરીકે આપએ એન્ટ્રી કરી છે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે.
વડોદરામાં વોર્ડ નં-6 ની મતગણતરી દરમિયાન બબાલ થઈ હતી. કોગ્રેસના એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. બે રાઉન્ડમાં જ ભાજપના એજન્ટોએ જીતી ગયા હોવાનો દાવો કરતા વિવાદ થયો હતો. સાથે રીકાઉન્ટીગ ની કરી માગ કરી હતી.
અમદાવાદના શાહીબાગ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
અમદાવાદમાં AIMIM ની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના મકતમપુરામાં AIMIMની પેનલ વિજેતા થઈ છે. જ્યારે જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર આગળ છે.
સુરતમાં ભાજપે 93 બેઠક પર અને AAPએ 27 બેઠક જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યું નથી.
અમદાવાદ કોર્પોરેશનમાં પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માની હાર થઈ છે. કોંગ્રેસની પેનલમાં રાજશ્રી કેસરી વિજેતા થયા છે. દિનેશ શર્માએ ચાંદખેડા વોર્ડથી ઉમેદવારી નોધાવી હતી.
ભાવનગર મનપા ની ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. ભાવનગર મનપામાં 52 બેઠક પૈકી 44 બેઠક માં ભાજપનો વિજય થયો છે જ્યારે 8 બેઠક પર કોંગ્રેસ વિજેતા બની છે.
સુરતમાં અત્યાર સુધી 81 બેઠક પર ભાજપે જીત મેળવી લીધી છે. જ્યારે આપની 23 બેઠક પર જીત થઈ છે.
સુરત વોર્ડ નં- 12 માં ભાજપની પેનલનો વિજય થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર સોલંકીની હાર થઈ છે.
6 મનપામાં ભાજપ વિરાટ વિજય તરફ. CM રૂપાણીએ ટ્વીટ કરી મતદારોનો આભાર માન્યો છેય ચૂંટણીમાં પરિશ્રમ કરનારા કાર્યકરોને પણ અભિનંદન પાઠવ્યા છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. AAPએ અત્યાર સુધી 23 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી છે
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ભાજપની પેનલની જીત
અમદાવાદના ધાટલોડિયા વોર્ડમાં ભાજપની પેનલની જીત
અમદાવાદના વોર્ડ 19 મા ભાજપ ની પેનલ નો વિજય થયો છે. ભાજપ ના અલ્પેશ લિબાચીયા, ધનશ્યામ પટેલ, પુનિતાબેન વ્યાસ અને હેમલત્તાબેન તડવીનો વિજય થયો છે.
સુરતમાં વોર્ડ નમ્બર 2, 4,5 ,16 અને 17માં આપની જીત થઈ છે અને વોર્ડ નં 8 માં 1 ઉમેદવાર ની જીત થઈ છે.
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધી ના પરિણામ અનુસાર, સુરતમાં ભાજપે 65 બેઠક પર જીત મેળવી છે જ્યારે AAPની 23 બેઠક પર જીત મેળવી છે.
સુરતમાં વોર્ડ નમ્બર-7 ની પેનલ તૂટી છે. ભાજપ 2 અને આપ 2 ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસે હજી સુધી ખાતું ખોલાવ્યું નથી.
સુરતમાં ભાજપની વોર્ડ નમ્બર 1,6,9,10,13,14,15,18,19,21,23,24,25,27,29 માં જીત છે જ્યારે વોર્ડ નં- 8 માં ભાજપ ના 3 ઉમેદવારની જીત થઈ છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એંટ્રી થઈ છે. સુરતમાં AAPને 21 બેઠક મળતા કૉંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ મુજબ, ભાજપ 55 બેઠક પર જીત અને આપની 21 બેઠક પર જીત થઈ છે.
રાજકોટ વોર્ડ નંબર 15 માં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે જીત મેળવી છે. રાજકોટ મનપામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે.
રાજકોટ કોંગ્રેસ માટે સારા સમાચાર, વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસની પેનલ આગળ, અપેક્ષિત આંકડાઓ આવ્યા સામે, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે કરી છે ઉમેદવારી, કોંગ્રેસની પેનલ સતત આગળ, 2500 મતની લીડ સાથે આગળ છે.
ભાવનગર મનપાની 48 બેઠકોના પરિણામ જાહેર થયા છે. ભાજપને 40 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી છે. હજુ કાળિયાબીડ વોર્ડ 10ની ગણતરી શરૂ થઈ છે.
રાજકોટમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. રાજકોટ વોર્ડ નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 910, 11, 12, 13, 1416, 17, 18માં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. કુલ 64 સીટ પર ભાજપની જીત થઈ છે.
અમદાવાદમાં બોડકદેવની ભાજપની પેનલની જીત, બાપુનગરની ભાજપની પેનલની જીત, ખાડીયામાં 7 રાઉન્ડના અંતે બે ભાજપ અને બે કોંગ્રેસ વચ્ચે લડત જ્યારે ઇન્ડિયાકોલોની વોર્ડમાં 8 રાઉન્ડના અંતે ત્રણ કોંગ્રેસ અને એક ભાજપ આગળ. સરસપુર રખિયાલ વોર્ડમાં ભાજપની પેનલ આગળ.
વડોદરા વોર્ડ નંબર 18માં કોંગ્રેસના કદાવર નેતા ચિરાગ ઝવેરી અને તેમની પેનલની હાર થઈ છે. ચિરાગ ઝવેરી સતત 6 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. વોર્ડ નંબર 18માં ભાજપના કલ્પેશ પટેલ, કેતન પટેલ, ભારતી ભદ્રેશ્વરા અને સુરૂતા પ્રધાનનો વિજય થયો છે.
ભાવનગરના વોર્ડ નંબર 13 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના ઉમેદવારને મળેલ મત આ પ્રમાણે છે. કુલદીપ ભાઈ પંડ્યા ભાજપ - 13458, પંકાજસિંહ ગોહિલ ભાજપ - 12853, મદુલાબેન પરમાર ભાજપ - 11833 અને લીનાબેન ગોહિલને 12500 મત મળ્યા છે.
જામનગર કુલ 64 બેઠકો છે જેમાં અત્યાર સુધીમાં 47 બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે 6 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે 3 બેઠક બસપાના ફાળે ગઈ છે. જામનગરમાં હવે ત્રણ વોર્ડની ગણતરી બાકી છે.
રાજકોટ મહાનગર પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. કોંગ્રેસની હાર થતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જીનામુ આપ્યું છે. પરાજયની જવાબદારી સ્વીકારી અશોક ડાંગરે રાજીનામું પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યું છે.
વડોદરામાં વોર્ડ 9માં ભાજપના ઉમેદવાર શ્રીરંગ આયરે 21000ની જંગી લીડથી જીત્યા, માત્ર 22 વર્ષની ઉંમર છે શ્રીરંગ આયરની. કદાવર નેતા રાજેશ આયનો પુત્ર છે શ્રીરંગ આયર. વડોદરામાં ભાજપના સૌથી યુવા ઉમેદવારે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 3 વોર્ડની ચાર-ચાર મળીને 12 બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા છે.
વડોદરાઃ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપમાંથી પરાક્રમ સિહ જાડેજા, ડો રાજેશ શાહ, છાયાબેન ખરાદી અને રૂપલબેન મહેતાની જીત થઈ છે.
વડોદરાના વોર્ડ નંબર 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના આશિષ જોશી, રણછોડ રાઠવા, પારૂલ પટેલ અને પૂનમ શાહનો વિજય થયો છે.
અમદાવાદના વોર્ડ નંબર 43-ભાઈપુરા હાટકેશ્વરમાં 10 રાઉન્ડના અંતે ભાજપની જીત થઈ છે. ભાજપને મળેલ મતની વિગતો. કમલેશ પટેલ - 21163, ગૌરાંગ પ્રજાપતિ - 19782, મીરા રાજપૂત - 18079, વસંતી પટેલ - 18234 મત મળ્યા છે.
ભાવનગર વોર્ડ નંબર 6માં ભાજપ પેનલની જીત થઈ છે. ભાજપના કુમારભાઈ શાહ, દિલીપભાઈ જોબનપુત્રા, યોગીતાબેન ત્રિવેદી અને મનીશબેન વાઘેલાની જીત થઈ છે.
અમદાવાદના વોર્ડ નંબર 30 પાલડીમાં 10 રાઉન્ડના અંતે ભાજપની જીત ભાજપના ચેતના પટેલ - 21300 મત, જૈનિક વકીલ - 20762 મત, પૂજા દવે - 20159 મત અને પ્રીતેશ મહેતા - 19874 મત મળ્યા છે.
વડોદરામાં વોર્ડ 9માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના શ્રીરંગ આયરે, સુરેખા પટેલ, નરસિંહ ચૌહાણ અને ઉમિષા વસાવાનો વિજય થયો છે.
અમદાવાદમાં નવરંગપુરા, સૈજપુર બોઘા, નિકોલ, નવરંગપુરા, થલતેજ, બાપુનગર, સરદારનગર, વસ્ત્રાલ અને નવા વાડજ બેઠક ઉપર ભાજપની પેનલનો વિજય થયો છે. બહેરામપુરા દાણીલીમડા અને દરિયાપુર કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. હવે ખાડિયા ઇન્ડિયા કોલોની,બોડકદેવ,સરસપુર નરોડા ખાડિયા પાલડી લાંભા અને ઇન્દ્રપુરી વોર્ડની મત ગણતરી શરૂ થઈ છે.
ભાવનગર વોર્ડ નંબર 12માં ઉત્તર સરદારનગર ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના યુવરાજસિંહ ગોહિલ, બુધાભાઈ ગોહેલ, ભાવનાબેન સોનાણી અને ઉષાબેન બધેકાની જીત થઈ છે.
સુરતમાં ભાજપ વોર્ડ નમ્બર 1,6,,10,14,15,21,23,25,29 માં જીત, વોર્ડ નમ્બર 8 માં ભાજપના 3 ઉમેદવારની જીત. આપ વોર્ડ નંબર 4 અને 16માં જીત અને વોર્ડ નમ્બર 8 માં 1 ઉમેદવારની જીત.
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ. ભાજપની 39 બેઠક પર જીત, આપની 9 બેઠક પર જીત. વોર્ડ નમ્બર 8 માં પેનલ તૂટી, 3 ભાજપ અને 1 આપ ના ઉમેદવારની જીત. કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી.
ભાવનગરમાં વોર્ડ 8માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના રાજેશ ભાઈ રાબડીયા,
રાજેશભાઇ પંડયા, ભારતીબેન બારૈયા અને મોનાબેન પારેખનો વિજય થયો છે. ભાવનગરમાં કુલ કુલ 9 વોર્ડની ગણતરી પૂર્ણ, કુલ 36 બેઠકોની પરિણામ જાહેર. 31 ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે ગઈ છે.
અમદાવાદમાં ભાજપ શહેર કાર્યાલય ખાનપૂર ખાતે વિજય ઉત્સવ સભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમા સાંજે 7 વાગ્યે વિજય ઉત્સવ સભા યોજાશે. પ્રદેશ અધ્યક્ષ એક સાથે 6 મહાનગરપાલિકાને સંબોધશે. સીએમ વિજય રૂપાણી ડિજિટલ માધ્યમથી હાજર રહે તેવી શક્યતા.
વડોદરામાંવોર્ડ 8માં ભાજપના તમામ 4 ઉમેદવારની જીત થઈ છે. ભાજપની પેનલની જીત થઈ છે તેમાં કેયુર રોકડીયા, રાજેશ પ્રજાપતિ, મીનાબેન ચૌહાણ અને રીટા આચાર્યની જીત થઈ છે.
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 32 સીટના પરિણામ જાહેર થયા છે. જે અનુસાર ભાજપને 24 સીટ પર તો કોંગ્રેસને 5 સીટ પર અને 3 સીટ પર બસપાના ઉમેદવારોએ જીત મેળવી છે.
ભાવનગરના વોર્ડ નંબર 8માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના રાજેશ ભાઈ રાબડીયા, રાજેશભાઇ પંડયા, ભારતીબેન બારૈયા અને મોનાબેન પારેખનો વિજય થો છે.
જામનગરના વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 7ના ગોપાલ સોરઠીયા સમગ્ર ચૂંટણી વ્હીલચેર પર લડ્યા છે. ડિજિટલ પ્રચાર કરીને જીત મેળી છે. ડિજિટલ પ્રચારનું ઉત્તમ ઉદાહરણ ગોપાલભાઈએ પૂરું પાડ્યું છે.
અમદાવાદમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મહેનત રંગ લાવી છે. દરિયાપુર બેઠક ઉપર કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. પ્રથમ વખત મળેલી તક બાદ ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.
અમદાવાદઃ ગુજરાત કોલેજ ખાતેના 24 વોર્ડમાંથી ગોતા,નવા વાડજ, ખોખરા, દાણીલીમડા અને અસારવા એમ કુલ 5 વોર્ડમાં મત ગણતરી પૂર્ણ, 4માં ભાજપની પેનલનો વિજય, દાણીલીમડામાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.
રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી છે. વૉર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. ભાજપને બે રાઉન્ડના અંતે 3000 જેટલી લીડ છે.
રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. રાજકોટ મપનામાં ફરી ભાજપનું શાસન જોવા મળી શકે છે. રાજકોટના અત્યાર સુધીમાં 9 વરોલ્ડમાં ભાજપની પેનલનો જીત થયો છે. જેને જોતા કાર્યકોરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં કુલ 9 વોર્ડ 36 બેઠકોના પરિણામ જાહેર થયા છે જ્યારે 10 વોર્ડ ની ગણતરી બાકી છે. અત્યાર સુધીમાં કુલ 36 બેઠકના પરિણામ જાહેર થયા છે જેમાં 29 બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે 7 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
ભાવનગર મનપાની ચૂંટણીમાં 8 વોર્ડ ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં 32 બેઠક ના પરીણામો જાહેર થયા છે. જાહેર થયેલા પરિણામમાં ભાજપે 32 માંથી 27 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
અમદાવાદમાં બહેરામપુરામાં છેલ્લી ઘડીએ AIMIM ને ફટકો લાગ્યો છે. છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર લીડથી આગળ નીકળી ગયા છે. બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. છેલ્લી ઘડીએ ગેમ ચેન્જ સાબિત થઈ છે.
ભાવનગરના વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા બેઠક ઉપરથી કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. કોંગ્રેસના ભરતભાઇ બુધેલીયા, જશુબેન બારૈયા, શબાનાબેન ખોખર અને જિતેન્દ્રભાઈ સોલંકીની જીત થઈ છે.
વડોદરાના વોર્ડ નંબર 8માં ભાજપના તમામ 4 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપની પેનલ જીતી ગઈ છે. ભાજપના કેયુર રોકડીયા, રાજેશ પ્રજાપતિ, મીનાબેન ચૌહાણ અને રીટા આચાર્યની જીત થઈ છે.
વડોદરામાં વોર્ડ નંબર 13માં ભાજપના ત્રણ ઊમેદવારનો વિજય થયો છે. જ્યારે ભાજપના એક ઊમેદવાર નિશીકાન્ત ચૌહાણની હાર થઈ છે. કોંગ્રેસ ઊમેદવાર બાળુ સુર્વેએ નિશીકાન્તને પરાજય કર્યા છે. ભાજપના વિજય ઉમેદવારમાં જાગ્રૃતિબેન કાકા, જ્યોતીબેન પટેલ, ઘર્મેશ પટ્ટણીનો સમાવેશ થાય છે.
જામનગરમાં વોર્ડ નંબર 14માં ભાજપની પેનલની જીત થઈ છે. મનીષ કટારમલ, જીતેશ શીંગાળા, લીલાબેન ભદ્રા અને શારદાબેન વિંઝુડાની જીત થઈ છે.
વડોદરામાં વોર્ડ 2માં ભાજપના તમામ 4 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપના ભણજી પટેલ, મહાવીરસિંહ રજપુરોહિત, રશ્મિકા વાઘેલા અને વર્ષાબેન વ્યાસની જીત થઈ છે. વોર્ડ નંબર 2 સાંસદ રંજન ભટ્ટનો વોર્ડ છે. અહીં હાલના કોર્પોરેટર અતુલ પટેલની હાર થઈ છે.
રાજકોટમાં વોર્ડ નંબર 8માં ભાજપની જીત થઈ છે. ઉમેદવાર અશ્વિન પાંભરને ૧૬૭૫૨, ડો.દર્શના પંડ્યાને ૧૫૭૪૨, પ્રીતિ દોશીને ૧૪૪૬૪ મત, બિપિન બેરાને ૧૪૩૩૮ મત મળ્યા છે. વિજેતા ઉમેદવારોએ વિરાણી હાઈસ્કૂલથી વિજય સરઘસ કાઢ્યું છે.
રાજકોટ માં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટું નુકશાન કર્યું છે. જીતેલા વોર્ડમાં આપના ઉમેદવારો 4 થી 5 હજાર મત લઈ ગયા ગયા છે. જે વોર્ડમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું છે તેમાં વોર્ડ 7,10,13,1 અને 4નો સમાવેશ થાય છે.
ભાવનગર: વોર્ડ નંબર 2 કુંભારવાડામાં બીજેપીની પેનલનો વિજય થયો છે. વિલાશબેન રાઠોડ, વર્ષા બેન ઉનાવા, નરેશ ચાવડા, બાબુભાઇ મેરનો વિજય થયો છે. અત્યાર સુધીમાં વોર્ડ 2, 4, 7, 11માં બીજેપી પેનલ વિજયતા બની છે. કુલ 20 નાં પરિણામ જેમાં 19 બીજેપી અને 1 કોંગ્રેસે બેઠક મેળવી છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં શાનદાર જીત મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 પર ચારેય બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
સુરતમાં આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપ 42 બેઠકો પર આગળ હતો જ્યારે આમ આદમી પાર્ટી 16 બેઠકો પર આગળ નિકળતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. સુરતમાં કોંગ્રેસ પણ શરૂઆતના ટ્રેન્ડમાં 6 બેઠકો પર આગળ હતી અને મતગણતરી આગળ વધતી ગઈ એ પછી પણ 6 બેઠકો પર જ આગળ રહી હતી.
સુરતઃ વોર્ડ નંબર 14માં ભાજપની જીત થઈ છે. ઉમરવાડા માતાવડી બેઠક પરથી ભાજપની પેનલની જીત થઈ છે. ભાજપના 1 - દિનેશભાઇ જોધાણી 2 - મધુબેન ખેની 3 - નરેશભાઈ મેલીયા 4 - રાજેશ્રીબેન મહેસૂરિયાની જીત થઈ છે.
વડોદરા: વોર્ડ નં. 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના કાર્યકર્તાઓમા જીતને લઈ ઊજવણીનો માહોલ છે. મનોજભાઈ પટેલ ( માજી કાઊન્સીલર ) સાથે ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ઊમેજવારને ખભે બેસાડી નચાવ્યા છે. આ પેનલના સૌથી નાની ઊમરના ભુમિકા રાણા (22) એ જીત મેળવી છે.
ગાંધીનગરઃ બપોર પછી ભાજપ જીતનો જશ્ન મનાવશે. મહાનગરોમાં કરાશે ઉજવણી. સાંજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમદાવાદમાં હાજર રહેશે. અમદાવાદ ખાનપુર કાર્યાલય પર થશે સભા. ડિજીટ્લ માધ્યમથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 6 એ મહાનગરોને સંબોધશે.
અમદાવાદમાં નવરંગપુરા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના નિરવ કવિ, હેમંત પરમાર, આશાબેન ભ્રહ્મભટ્ટ, વંદનાબેન શાહનો વિજય થયો છે.
જામનગરના વોર્ડ નંબર-6માં 2015માં ભાજપની પેનલ જીતી હતી. જોકે, આ વખેત BSPએ ભાજપ પાસેથી 3 બેઠક આંચકી લીધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
જૂનાગઢઃ વોર્ડ નંબર 15માં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં 15 ભાજપે બેઠક જાળવી રાખી છે. ભાજપના નાગજીભાઈ કટારા 1608 મતે વિજય થયા છે. કોંગ્રેસના લાખાભાઈ પરમારનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસના લાખાભાઈ પરમારને 2841 અને ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારાને 4449 મત મળ્યા છે.
વડોદરામાં પહેલા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બીજા રાઉન્ડમાં વોર્ડ 2, 5, 8, 11, 14, 17 ની ગણતરી શરૂ થઈ છે. ત્રીજા રાઉન્ડમાં વોર્ડ 3, 6, 9, 12, 15, અને 18ની ગણતરી થશે.
સુરત SVNIT ખાતે સમર્થકોની ભારે ભીડ ઉમડી છે. LED પર પર નિહાળી રહ્યા છે ચૂંટણી પરિણામ. સર્થકનો જમાવડો થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મતગણતરી શરૂ થતાં સમર્થકો ગેલમાં આવ્યા છે.
ભાવનગર ચૂંટણીઃ વોર્ડ નંબર 1,4 ,7 અને 11 નપરિણામ જાહેર થઈ ગયા છે. 4,7,11માં ભાજપની પેનલ વિજેતા બની છે. જ્યારે વોર્ડ નંબર 1 માં ભાજપ ના 3 અને કોંગ્રેસ ના 1ઉમેદવાર વિજેતા થયા છે. કુલ 16 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં 15 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
રાજકોટમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. વોર્ડ નંબર 7,10,4,13,1 માં ભાજપની જીત થઈ છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભાજપ ફરી એક વખત આવશે સતા પર. હાલ ગણતરી દરમિયાન વોર્ડ નંબર 1 , 7 , 10 અને 13 માં છે ભાજપ પેનલની જીત નિશ્ચિત છે.
વડોદરામાં વોર્ડ 7 માં ભાજપના ચારેય ઉમેદવારની જીત. કોંગ્રેસના રનિંગ કોર્પોરેટર જાગૃતિ રાણાની હાર થઈ છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7 માં બે બેઠકો આચકી છે. વોર્ડ 7 માં ભાજપ ના સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. વડોદરા મહાનગર પાલીકાના વોર્ડ નં. 13 ના ઊમેદવાર બાળુ સુર્વેની જીત થઈ છે. સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા છે.
વડોદરામાં પ્રથમ રાઊન્ડ પુરો થતા વિજેતા ઊમેદવારોના નામ જાહેર થતા કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. જીતની ખુશીમાં કોરોનાની ગાઈડલાઈનના ઘજાગરા ઉડ્યા છે. વડોદરા શહેરમા કોરોનાના કેસમા વઘારો થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ પોલીસ મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.
જામનગર વોર્ડ નં. 13માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત. કોંગ્રેસમાંથી ધવલ સુરેશભાઈ નંદા અને ભાજપમાંથી કેતન જયંતીભાઈ નાખવા, પ્રવિણાબેન જેરામભાઈ રૂપા ડિયા, બબીતા બેન મુકેશભાઈ લાલવાણીની જીત થઈ છે.
રાજકોટ વોર્ડ નંબર ૧૦ માં ભાજપ નો ભવ્ય વિજય - નરેન્દ્રસિંહ વાઘેલા - ચેતનભાઈ સુરેજા - જ્યોત્સનાબેન તિલાળા - ડો.રાજેશ્રીબેન ડોડીયાનો ભવ્ય વિજય. વોર્ડ નંબર ૧૦ યુવા મોરચાનાં વ્યોમ વ્યાસ - સંજય વાધર - શિવરાજસિંહ ઝાલા - ધમભા જાડેજા સહિતનાં સમગ્ર યુવા મોર્ચાનિ ટીમે અભિનંદન પાઠવ્યા.
વડોદરા મહાનગર પાલીકાની મતગણતરી શરુ થતા પોલીટેકનીક બહાર ઊમેદવારોના ટેકેદાર ઊમટ્યા. સ્ટોર રુમ બહાર આવતા- જતા તમામ રોડ પર બેરીકેટ લગાડવામા આવ્યા. પોલીસ અને RAF ( રેપીડ એક્શન ફોર્સ)BSF ( બોર્ડર સિક્યરીટી ફોર્સ )નો ચુસ્ત બંદોબસ્ત.
તમામ ઊમેદવાર અને ટેકેદારો પરિણામોની આતુરતા પુર્વક જોઈ રહ્યા છે રાહ. પ્રવેશ ઘ્વારપર કલાક પહેલા થયેલ અફરા તફરી બાદ શાંતી સ્થપાઈ. મતગણતરીના સ્થળ બહાર લોકટોળા દુર રખાયા.
વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મત થી જીત્યા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8 મી વાર જીત્યા છે.
વડોદરામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સત્તીષ પટેલને હરાવીને આખી કોંગ્રેસની પેનલ વિજેતા બની છે.
કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી છે. વોર્ડ 7માં ભાજપના સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર માત્ર 22 વર્ષ છે.
જૂનાગઢમાં વોર્ડ નંબર છમાં કોંગ્રેસનો વિજય થયો છે. 61 મતે કોંગ્રેસના ઉમેદવાર લલિત પણસારાનો વિજય થયો છે. જ્યારે ભાજપના અરવિંદ રામાણીનો પરાજય થયો છે. અપક્ષને કારણે ભાજપના ઉમેદવાર હાર્યા હોવાની ચર્ચા છે.
ભાજપની બેઠક કબજે કરી છે. કોંગ્રેસના ઉમેદવારને 2687, ભાજપના ઉમેદવારને 2625, જ્યારે અપક્ષ પ્રવીણ વાઘેલાને 2145 મત મળ્યા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 13માં કોંગ્રેસ બાળુ સુર્વેની જીત થઈ હતી. આ જીત સાથે બાળુ સુર્વે સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા છે. આ વોર્ડની બાકીની ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે.
વડોદરાનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 8 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 76 બેઠકો છે અને તેમાંથી 24 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સંસ્કાર નગરી વડોદરામાં કોંગ્રેસ આગળ નિકળતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો છે. આ વલણ 10.30 કલાક સુધીનાં છે. કોંગ્રેસે પહેલો ઘા કરીને ત્રણ બેઠકો જીતી પણ લીધી છે.
અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 નંબરના થલતેજ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની પેનલ જીતી છે. ભાજપના ચારેય ઉમેદવારોને 25 હજાર કરતાં વધારે મતની લીડથી જીત મળી છે.
6 મનપાનાં શરૂઆતી રૂઝાનની શરૂઆતમા ભાજ્પ આગળ. પણ પ્રદેશ કાર્યાલય કમલમ ખાલીખમ. હાલ પૂર્તિ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉત્સવની કોંઇ જ તૈયારીઓ નહીં. બપોર સુધીમા સ્થિતી સ્પષ્ટ બન્યાં બાદ કાર્યક્રમ નું આયોજન કરાશે. પ્રદેશ કાર્યાલય કમલમ અથવા અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપૂર ખાતે થશે વિજય ઉત્સવ કાર્યક્રમ.જો અનુકુળ પરિણામો રહ્યાં તૌ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 6 મહાનગરો ને એક સાથે કમલમ અથવા ખાનપુર કાર્યાલય થી ડિજિટલ માધ્યમથી સંબોધન કરશે. સીએમ વિજય રૂપાણી પણ ડિજિટલ માધ્યમ થી જોડાશે તેં પ્રકારની તૈયારીઓ.
રાજકોટ વોર્ડ નંબર 4 ના એજેન્ટો કર્યો વિરોધ - EVM સાથે થાય છે ચેડા એજેન્ટ કર્યો આક્ષેપ
જામનગર - વોર્ડ નંબર 13માં પેનલ તૂટી - વોર્ડ નંબર 13માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત - કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદાનું નિવેદન - મારી પેનલમાં 3 નવા ચહેરા હતા: નંદા - અમે 3 પેઢીથી રાજકારણમાં છીએ: નંદા - જામનગરમાં કોંગ્રેસ 20થી 22 બેઠક જીતશે: નંદા
રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપનો વિજય - વોર્ડ નંબર 7 ની મત ગણતરી પૂર્ણ - સતત બીજા વર્ષે વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલનો વિજય....
વડોદરા - ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7 માં બે બેઠકો આચકી - વોર્ડ 7 માં ભાજપ ના સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણા ની જીત - ભૂમિકા રાણાની ઉંમર છે 22 વર્ષ
સુરત - વોર્ડ 25 - ચારેય બેઠક પર કોંગ્રેસ આગળ
અમદાવાદઃ થલતેજ 25000 ની લીડથી ભાજપની જીત, હિતેશ બારોટ-સમીર પટેલ-ઋષિના પટેલ-
નિરુ ડાભી.
અમદાવાદઃ થલતેજ માં બીજેપી પેનલ જીત
રાજકોટ માં ભાજપના કાર્યકરોએ રૂપિયા ઉડાડયા, રાજકોટ કોંગ્રેસ માટે અપસેટ, ભાજપ માટે સારા સમાચાર, વોર્ડ નંબર 13માં ભાજપના તમામ ઉમેદવાર આગળ, 2 રાઉન્ડ પૂર્ણ, 1725 મત થી ભાજપની પેનલ આગળ
વડોદરાઃ વોર્ડ 13 માં કોંગ્રેસ બાળુ સુર્વે ની જીત, સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા. ત્રણ બેઠક પર ભાજપની જીત. વોર્ડ 13માં કોંગ્રેસ બાળુ સુર્વેની જીત, સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા, ત્રણ બેઠક પર ભાજપની જીત
રાજકોટઃ 16 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત
સુરત વોર્ડ નંબર 2 અમરોલી મોટા વરાછા માં આપ ની પેનલ આગળ
જૂનાગઢઃ વોર્ડ 13 માં ભાજપના જાગૃતિ કાકા, જ્યોતિ પટેલ, ધર્મેશ પટની આગળ. કોંગ્રેસ ના બાળુ સુર્વે આગળ,
વોર્ડ 13 માં 3 બેઠક પર ભાજપ આગળ, 1 પર કોંગ્રેસ આગળ.
દરિયાપુરમાં 4 રાઉન્ડના અંતે ભાજપ આગળ.
વડોદરામાં વોર્ડ 1 માં કોંગ્રેસ ના અમિત રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરીશ પટેલ જીત તરફ. કોંગ્રેસ પેનલ જીત તરફ આગળ
ભાવનગરઃ વોર્ડ નં. ૭ તખ્તેશ્વર વોર્ડ અને વોર્ડ નં.૧૧ દ.સરદારનગર ભાજપની પેનલનો વિજય.
વડોદરાઃ વોર્ડ 16 માં કોંગ્રેસ ના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલ ની જીત, ભાજપ ના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ ની જીત, ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી.ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મત થી જીત્યા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8 મી વાર જીત્યા.
જૂનાગઢઃ વોર્ડ નંબર છ મા કોંગ્રેસનો વિજય. 61 મતે કોગ્રેસ ના ઉમેદવાર લલિત પણસારા નો વિજય. ભાજપ ના અરવિંદ રામાણી નો પરાજય. ભાજપ ની બેઠક કબજે કરતું કોંગ્રેસ. કોંગ્રેસના ઉમેદવારને 2687, ભાજપના ઉમેદવારને 2625, અપક્ષ પ્રવીણ વાઘેલા ને 2145 મત મળ્યા.
મનીશ
ભાવનગરઃ વોર્ડ નં. ૭ તખ્તેશ્વર વોર્ડ અને વોર્ડ નં.૧૧ દ.સરદારનગર ભાજપની પેનલનો વિજય
વડોદરામાં વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલ આગળ, આખી પેનલ જીત તરફ. છેલ્લા રાઉન્ડ ની ગણતરી ચાલુ
રાજકોટ:વોર્ડ નંબર 13માં કોંગ્રેસ ના ઉમેદવાર. પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિ બેન ડાંગર આગળ
અમદાવાદઃ સરદારનગર વોર્ડમ 4 રાઉન્ડના અંતે 3 ભાજપ 1 konvres આગળ. વોર્ડ ન.41 વસ્ત્રાલ 7 રાઉન્ડના અંતે ભાજપની જબરદસ્ત લીડ
ગુજરાત કોલેજ ખાતે પોલીસ અને ચૂંટણી તંત્ર ની મોટી બેદરકારી. શહેરમાં પુનઃ કોરોના કેસ વચ્ચે સોશ્યલ ડિસ્ટનસિંગ ના ધજાગરા.
મતગણતરી કેન્દ્રો માં ઉમેદવારના એજન્ટો ની મોટી ભીડ. પોલીસ અને ચૂંટણી તંત્ર બન્યું મુક પ્રેક્ષક. ક્યાંય કોવિડ ગાઈડલાઈન નો અમલ નહિ
જામનગર વોર્ડ નં. 5માં ભાજપની પેનલનો વિજય.
જામનગર વોર્ડ નં. 5માં ભાજપની પેનલનો વિજય.
રાજકોટ વોર્ડ નં. 4 અને 7માં ભાજપ આગળ. ભાવનગરના વોર્ડ નં. 4માં ભાજપની પેનલ આગળ. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 6માં બે રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 24માં ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર આગળ.
રાજકોટ વોર્ડ નં. 4 અને 7માં ભાજપ આગળ. ભાવનગરના વોર્ડ નં. 4માં ભાજપની પેનલ આગળ. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 6માં બે રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 24માં ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર આગળ.
રાજકોટ વોર્ડ નં. 4 અને 7માં ભાજપ આગળ. ભાવનગરના વોર્ડ નં. 4માં ભાજપની પેનલ આગળ. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 6માં બે રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 24માં ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર આગળ.
રાજકોટ વોર્ડ નં. 4 અને 7માં ભાજપ આગળ. ભાવનગરના વોર્ડ નં. 4માં ભાજપની પેનલ આગળ. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 6માં બે રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ. અમદાવાદના વોર્ડ નં. 24માં ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવાર આગળ.
અમદાવાદમાં વોર્ડ નં. 6, 24 અને 13માં ભાજપ આગળ
અમદાવાદમાં વોર્ડ નં. 6, 24 અને 13માં ભાજપ આગળ
અમદાવાદમાં વોર્ડ નં. 6, 24 અને 13માં ભાજપ આગળ
અમદાવાદના નારણપુરામાં ભાજપ આગળ.
અમદાવાદના નારણપુરામાં ભાજપ આગળ.
અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસ આગળ.
તમામ 6 મનપામાં ભાજપ આગળ ચાલી રહી છે.
વડોદરામાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ભાજપ આગળ. એક બેઠક પર ભાજપ આગળ.
અમદાવાદમાં ભાજપ 5 અને કોંગ્રેસ એક સીટ પર આગળ.
પોસ્ટલ બેલેટ બાદ હવે EVMની મતગણતરી શરૂ થઈ ગઈ છે.
મતગણતરી પહેલા જ અમદાવાદમાં એક સિટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ રહેતા જીત થઈ છે.
સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે કોર્પોરેટ તેનો આજે નિર્ણય થઈ જશે. છ મહાનગરપાલિકાની 575 બેઠક પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.08 ટકા જેટલુ મતદાન થયું હતું. મતગણતરીમાં કુલ 10 હજાર 112 સરકારી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.
આજે હાથ ધરાનારી મતગણતરીમાં 52 ચૂંટણી અધિકારી, 58 મદદનીશ ચૂંટણી અધિકારી રોકાયેલા છે. તો છ મનપાના કુલ 15 સ્થળ પર મતગણતરી હાથ ધરાશે. જ્યારે 60 મતગણતરી હોલમાં 664 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.
આજે યોજાનારી મતગણતરી માટે કુલ 4896 પોલીસ અધિકારી- કર્મચારી જોતરાશે. ચૂંટણી પંચના આંકડા મુજબ રવિવારે થયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 53.38 ટકા નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ હતું.
છ મહાનગરની 575 બેઠક પર કુલ 2 હજાર 276 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. પક્ષ મુજબ વાત કરીએ તો છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 577, કૉંગ્રેસના 566, એનસીપીના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.