Gujarat News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે, આજે ગુજરાતની મુલાકાત દરમિયાન અમિત શાહ કંડલા પહોંચ્યા હતા, અહીં તેમને કંડલા ઈફ્કોના નેનો ડીએપી પ્લાન્ટનુ ભૂમિપૂજન કરીને તેને ખુલ્લો મુક્યો હતો. ઇફ્કો ભવનની મુલાકાત દરમિયાન અમિત શાહે આ લિક્વિડ યૂરિયા બનાવવાના પ્લાન વિશે જાણકારી પણ મેળવી હતી. ખાસ વાત છે કે, અમિત શાહ દ્વારા આજે કંડલામાં ઇફ્કો પ્લાન્ટમાં ખુલ્લો મુકાયેલા આ પ્લાન્ટમાં લિક્વિડ યુરિયા બનાવાશે, આ એક નેનો DAP પ્લાન્ટ છે, બિયારણ બાદ હવે ખાતર પ્રવાહી સ્વરૂપમાં ખેડૂતોને મળી રહે તે પ્રકારનું ખાસ આયોજન અહીં કરવામાં આવ્યુ હતુ. ભૂમિપૂજન કર્યા બાદ અમિત શાહે અહીં ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે, આ 15 કરોડ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું આયોજન છે.


અમિત શાહ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, હું સૌથી પહેલા ધારાસભ્ય બન્યો ત્યારે કલોલમાં ઇફ્કોનું કારખાનું હતું, હવે સહકારીતા મંત્રી બન્યો ત્યારે 15 કરોડ કિસાનોને સમૃદ્ધ બનાવવાનું આયોજન છે. આજે ખૂબ આનંદ છે કે DAPના પ્રવાહી રૂપનું ભૂમિપૂજન થયું છે. અત્યાર સુધી 30 લાખ ટન મેન્યૂફેક્ચરર થતું જે હવે વધારવામાં આવશે, અમદાવાદમાં જ જન્મ્યા અને મહાન વિજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો પણ જન્મદિવસ છે. 


અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, આ પ્રવાહીમાં કેમિકલયુક્ત ઝેરી નહીં હોય, આવનારા દિવસોમાં ખેડૂતો ધરતીની ફળદ્રુપતા ઓછી થવા સામે ઝઝૂમી રહ્યો છે તેમાંથી મુક્તિ મળશે, આ પ્રવાહી જમીનની અંદર નથી જતું છોડની ઉપર રહે છે. દેશને વધુ એક હરિત ક્રાંતિની જરૂર છે, હરિત ક્રાંતિનું આયોજન હોવું જરૂરી છે, ખેડૂતોને ઉપજનો ભાવ યોગ્ય મળે છે. એક ઉપજમાં વધુમાં વધુ ભાવ મળે છે. કિસાન ઉત્પાદન કરશે એટલું વિશ્વભરના બજારમાં આ ઉત્પાદન જશે. ઉલ્લેખનીય છે કે, કંડલા ઇફ્કો પ્લાન્ટને ખુલ્લુ મુકતી વેળાએ અમિત શાહના સંબોધન ઉપરાંત દિલીપ સંઘાણી અને જગદીશ પંચાલે પણ ખેડૂતોને સંબોધન કર્યુ હતુ.






--