Gujarat News: આગામી દિવસોમાં ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રીને લઇને સરકાર મહત્વના સૂચનો અને અમલાવારી પર કામ કરી શકે છે. હાલમાં મળેલી માહિતી પ્રમાણે, ડ્રાફટ જંત્રીના ઘટાડા સાથે સરકાર રાજ્યમાં અમલવારી કરવાનું વિચારી રહી છે. અને તેની એપ્રિલથી લાગુ થઇ શકે છે. ખાસ વાત છે કે, સરકારને આ મુદ્દે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે.

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જાહેર થયેલી ડ્રાફ્ટ જંત્રીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહમાં આગામી દિવસોમાં જંત્રીની અમલવારીને લઇને સવાલ-જવાબ થયા હતા, આ પછી હવે ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રીના ઘટાડા સાથે સરકાર અમલવારી તે અંગે માહિતી સામે આવી છે. આગામી એપ્રિલ 2025થી આ નવી જંત્રીની અમલવારી થઈ શકે છે. ખાસ વાત છે કે, માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં જ ફાઈનલ જંત્રી જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સ્તરે જંત્રી મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો ડ્રાફ્ટ જંત્રી અંગે સરકારને મળ્યા છે, જેમાં 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે, અને 1700 જેટલા સૂચનો જંત્રી વધારવાના મળ્યા છે. ગૃહમાં ગુજરાત સરકારે ડ્રાફ્ટ જંત્રી અંગે મોટુ અપડેટ આપ્યુ છે. 

આ બે વેબસાઈટ પર જંત્રી 2024નો ડ્રાફ્ટ ઉપલબ્ધઆ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ રહેશે. તથા આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન વાંધા-સુચન રજૂ કરી શકાશે.

સમગ્ર ગુજરાતમાં બિનેખેતી માટે એક સમાન 1.5 ટકાનો રેશિયો!વર્ષ 2011ની જંત્રીમાં ગ્રામિણ વિસ્તારમાં બિનખેતીની જમીનનું આલકન કરવા અધિકાંશ સરકારી સેટેમ્પ રજિસ્ટ્રેશનના મૂલ્યાંકકાર અધિકારીઓ પક્ષકારોની પૃચ્છા કરીને ખેતીની જમીનની જંત્રીના બેથી 10 ગણા ભાવ ભરતા હતા. જેથી સંપાદન સહિતની પ્રકિયાઓમાં વિસંગતતા સર્જાતી હતી. આથી પ્રસ્તાવિત 2024ની જંત્રીમાં મુસદ્દામાં ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં બિનેખેતીની જમીનના દસ્તાવેજના રજિસ્ટ્રેશનને તબક્કે એકસુત્રતા જળવાય તે ઉદ્દેશ્યથી ખેતીની જમીનના જંત્રીના 1.5 ગણા દર આકારવાનો નિર્ણય લેવાયો છે.