Gujarat News: ફરી એકવાર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઇને ટિપ્પણી થઇ છે. આ વખતે કોઇ સામાન્ય માણસે નહીં પરંતુ ભાજપના નેતાએ સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી છે, અને કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય તે પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 


હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ બોલી રહ્યાં છે કે, હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ?? સ્વામી નારાયણ સંસ્થા છે. ફતેહસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંસ્થાને લઇને કહ્યું કે, સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ખાસ વાત છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયને લઇને વિવાદો ચાલી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે ફતેહસિંહ ચૌહાણનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. 



વડોદરા અને અમદાવાદના નવા મેયરના નામની જાહેરાત


વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજે અમદાવાદ શહેરમાં પણ નવા મેયરની વરણી કરવામાં આવી હતી.



વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજે અમદાવાદ શહેરમાં પણ નવા મેયરની વરણી કરવામાં આવી હતી.










અમદાવાદ અને વડોદરાની નવી ટીમ સામે રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટો પડકાર રહેશે.