Visavadar Election 2025: ગુજરાતમાં વિસાવદર બેઠક પર બમ્પર જીત સાથે બેઠક સાચવી રાખવામાં આપ સફળ રહ્યું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પર પેટા ચૂંટણી થઇ અને આપના ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર બાજી મારી લીધી છે. ગોપાલે ભાજપ અને કોંગ્રેસની સામે 17,554 મતો મેળવીને જબરદસ્ત જીત મેળવી છે. આ જીત સાથે જ ગોપાલ ઇટાલિયા હવેથી એમએલએલ ગોપાલ ઇટાલિયા બની ગયા છે. એટલે કે ધારાસભ્ય બની ગયા છે અને તેમને પ્રમાણપત્ર પણ મળી ચૂક્યુ છે. 

Continues below advertisement

વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17,554 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને  75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ  વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.

આપ ગુજરાતની પૉસ્ટ વાયરલગુજરાત આમ આદમી પાર્ટીના સોશ્યલ મીડિયા પરથી એક પૉસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. આ પૉસ્ટમાં વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે. - 

Continues below advertisement

આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયાએ જીતનું પ્રમાણપત્ર મેળવ્યું..💯

જીત બાદ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કૉન્ફરન્સમાં શું કહ્યુંવિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે એક ઐતિહાસિક દિવસ છે, ગુજરાતની જનતા માટે સુવર્ણ દિવસ છે. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી તે ક્ષણ આજે આવી છે. આજે ચૂંટણીનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની જનતાની જંગી બહુમતીથી થઈ છે. આ જીત બદલ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ ખેડૂતો, વેપારીઓ માલધારીઓ, રત્નકલાકાઓ, ખેતમજૂરો અને આ પંથકની સામાન્ય જનતાનો બે હાથ જોડી હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરું છે.  આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા  છે.' ગોપાલ ઇટાલિયાએ જીત માટે માત્રને માત્ર જનતા જ જવાબદાર હોવાથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે મને જીતાડીને વિધાનસભા મોકલ્યો છે. હું તમને નિરાશ નહી કરું. જનતાની સુખાકારીમાં વધારો થાય તેવા મારા પ્રયાસો રહેશે. હું જનતાનો આદર્શ અને સાચા અર્થમાં સુખ દુખમાં સાથે રહેનારો નેતા બનીશ.