GUJARAT POLICE : ગુજરાત સરકરે જે રીતે પોલીસ જવાનોની માગણી સ્વીકારી અને તેમના પગારમાં વધારો કર્યો છે જેને પગલે રાજ્યભરમાં પોલીસ પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. પોલીસ પરિવારના સભ્યો જિલ્લાની  પોલીસ વડાની કચેરી પાસે એકઠા થઈ ફટાકડા ફોડી,  મીઠાઇ વેચી તેમજ ગરબે જૂમી ખુશી વેકત કરી હતી. તો બીજી તરફ પોલીસ પરિવારના સભ્યોએ સામૂહિક આરતી કરી ભગવાન અને સરકારનો આભાર માન્યો હતો. આજે રાજ્યના પોલીસ પરિવારોમાં દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. 


બનાસકાંઠામાં પાલનપુર એસપી કચેરીએ પોલીસકર્મીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી ઉજવણી કરી. 


મહેસાણામાં પણ એસપી કચેરીએ પોલીસકર્મીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી ઉજવણી કરી. 


મોરબી અને નવસારી જિલ્લા પોલીસ કર્મીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને બિરદાવ્યો.લાંબા સમયની માંગ સંતોષાતા પોલીસ કર્મીઓમાં ખુશી.


ભરૂચ પોલીસે સ્ટેશન નજીક ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી.જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે સહકર્મચારીઓનું મીઠું મોઢું કરાવી ખુશી વ્યક્ત કરી. 


જૂનાગઢમાં  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે  પોલીસ સ્ટાફ દ્વારા આતીશબાજી કરવામાં આવી. એસ.પી એ પોલીસ સ્ટાફની મુલાકાત લઇ વાતચીત કરી. 


પંચમહાલ જિલ્લામાં ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર  ખાતે ઉજવણી કરવામાં આવી. પોલીસ કર્મીઓએ એકબીજાના મ્હો મીઠા કરીને નિર્ણયને વધાવી લીધો હતો. ગોધરા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિજનોએ ફટાકડા ફોડીને સરકારનો આભાર માન્યો હતો. 


કચ્છમાં પૂર્વ કચ્છ ભચાઉ પોલીસ કચેરીએ પોલીસ કર્મચારીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. 


પાટણમાં એસપી કચેરીએ પોલીસકર્મીઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ઉજવણી કરી. 


બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પોલીસ મથકે  ઉજવણી કરવામાં આવી. પાલનપુર, ડીસા, ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં પણ પોલીસ પગાર વધારાને લઈને ઉજવણી કરવામાં આવી. શિહોરીમાં પોલીસ જવાનો એકબીજાને મોઢું મીઠું કરાવી પગાર વધારાની વધામણી આપી.