ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ સામાન્ય રીતે બદલી માટે ઉચ્ચ અધિકારીઓને કહેતા હોય છે. તેમ છતા જો તેમની બદલી ન થાય તો તેઓ ધારાસભ્ય, સાંસદ અને કેબિનેટ કક્ષાના મંત્રીને આ અંગે રજૂઆત કરતા હોય છે. ઘણીવાર વારંવાર રજૂઆત કરવા છતા જો બદલી ન થાય તો કર્મચારીઓ આ અંગે ભલામણ મુખ્યમંત્રીને કરતા હોય છે. ત્યારે હવે રાજ્યના ઊર્જા વિભાગે  અધિકારીઓને બદલી માટે મુખ્યમંત્રીને સીધી ભલામણ ન કરવા આદેશ કર્યો છે.


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જણાવાયું છે કે તેમણે  તેઓની સેવાકીય બાબતો જેવી કે, બઢતી, બદલી, ઉચ્ચતર પગાર-ધોરણ, ખાતાકીય તપાસ અથવા નોકરીને લગતી અન્ય કોઈ બાબતો અંગે મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરવો નહીં. સદર પ્રકારની રજૂઆતથી સર્વિસ રેગ્યુલેશન 232 અને 233નો ભંગ થાય છે.


પોલીસ વિભાગમાં પણ બઢતી અને બદલી માટે અવારનવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલીસકર્મીઓ પોતાના મનપસંદ પોસ્ટિંગ માટે અવારનવાર ભલામણો કરતા હોય છે.  રાજ્યના સરકારી વિભાગોમાં બઢતી અને બદલી માટે કર્મચારીઓ ઘણી વખત ગાંધીનગરના ધક્કા પણ ખાતા હોય છે. પોતાની બદલી માટે કર્મચારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને મળી ભલામણ કરતા હોય છે. તેમ છતા જો કામ ન થાય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ભલામણ કરે છે.  


Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી


સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે આ આાગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 


મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન


તાપમાનમાં પણ કોઈ ખાસ ફેરફાર નહીં થાય. સૌથી ઊંચું તાપમાન  અમરેલી અને રાજકોટમાં નોંધાયું છે. સૌરાષ્ટ્રના આ બંને શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 36 ડિગ્રીએ પહોંચી ગયો છે.   હવામાન વિભાગના અનુસાર, મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. 


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે. રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.