જામનગરઃ જિલ્લામાં ઓમીક્રોનના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તાન્ઝાનિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 68 વર્ષીય પુરુષ અને  23 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જોકે, ઓમીક્રોનનો રીપોર્ટની જોવાઈ રહી છે . હાલ બન્ને ડેન્ટલ હોસ્પિટલના ઓમીક્રોન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ  બન્નેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 


નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 6,સુરત અને આણંદમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી,બનાસકાંઠા,ભરૂચ અને જૂનાગઢમાં એક એક કેસ નોંધાયો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોન વેરિયંટના કુલ 113 કેસ નોંધાઈ ચૂક્યા છે.જે પૈકી 54 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા હતા જ્યારે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના દૈનિક કેસનો આંકડો 300ને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 97,  વડોદરા   કોર્પોરેશનમાં 38 , આણંદમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, સુરતમાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચમાં નવ, ગાંધીનગરમાં નવ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવ, અમદાવાદમાં છ, ભાવનગર કોર્પોરેશનમાં છ, જામનગરમાં પાંચ, મહીસાગરમાં પાંચ, મહેસાણામાં પાંચ , અમરેલીમાં ચાર, મોરબીમાં ચાર, તાપીમાં ચાર, પોરબંદરમાં ત્રણ, સાબરકાંઠામાં ત્રણ, વડોદરામાં ત્રણ, બનાસકાંઠામાં એકસ જૂનાગઢ કોર્પોરેશનમાં એક, પંચમહાલમાં એક નવો કેસ નોંધાયો છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2962  કેસ છે. જે પૈકી 17 વેન્ટીલેટર પર છે, જ્યારે 2945 નાગરિકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 692 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6959 લોકોને પ્રથમ અને 41,536 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24,561 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,374 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,88,125 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,94,35,345 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. પંચમહાલ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.